મુખ્ય સામગ્રી પર જાઓ

અમરેલી જિલ્લામાં વરસાદનું તાંડવ: જનતાની પડખે ઉભા રહ્યા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. આ કપરા સમયમાં, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને નાગરિકોની વેદના સાંભળી હતી અને તંત્રને તાત્કાલિક રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી.

અમરેલી જિલ્લામાં વરસાદનું તાંડવ: જનતાની પડખે ઉભા રહ્યા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

સાવરકુંડલા–લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ વરસાદી સંકટ વચ્ચે ગ્રાઉન્ડ પર અસરગ્રસ્તોની વેદના સાંભળી હતી. અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા સાવરકુંડલા–લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ આજે ગ્રાઉન્ડ પર પહોંચી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી.

ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા એ સાવરકુંડલા તાલુકાના ભુવા, જુના સાવર, સીમરણ, ખડકાળા, બોરાળા, જીરા તેમજ લીલીયા તાલુકાના આંબા સહિતના ગામોમાં જઈ વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે સ્થાનિક ગ્રામજનો સાથે રૂબરૂ વાતચીત કરીને તેમની મુશ્કેલીઓ, નુકસાન તથા જરૂરીયાતોની માહિતી મેળવી.

આ મુલાકાત દરમિયાન ધારાસભ્યશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સ્થળ પર જ ચર્ચા કરીને વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરવા, માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા, વીજ પુરવઠો અને પીવાના પાણી સહિતની આવશ્યક સેવાઓ ઝડપથી શરૂ કરવા તેમજ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક જરૂરી સહાય પહોંચાડવા માટે જરૂરી સૂચનાઓ આપી.

ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને ઝડપથી રાહત મળે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે અને કોઈપણ જરૂરિયાત ઊભી થશે તો તંત્ર તાત્કાલિક પ્રતિસાદ આપશે. આ મુલાકાતો દરમ્યાન સરકારશ્રીના અધિકારીઓ,પદાધિકારીઓ,વિસ્તારના આગેવાનો,સરપંચો સહિત હાજર રહા હતા.

Tags: ધારાસભ્ય મહેશભાઈ કસવાલા વરસાદ અમરેલી જિલ્લા

સંબંધિત સમાચાર