મુખ્ય સામગ્રી પર જાઓ

તેજસ્વી તારલા સન્માન સમારોહ – ૨૦૨૬ ની ભવ્ય સફળતા

જેતલપુર સમાજ ભવન ખાતે તા. ૦૫/૦૭/૨૦૨૬, રવિવારના રોજ યોજાયેલ આપણા પરગણાનો "તેજસ્વી તારલા સન્માન સમારોહ – ૨૦૨૬" આપ સૌના ઉત્સાહભર્યા સહયોગ અને આશીર્વાદથી અત્યંત સફળ રહ્યો છે.

તેજસ્વી તારલા સન્માન સમારોહ – ૨૦૨૬" ની ભવ્ય સફળતા

આદરણીય દાતાશ્રીઓ, આગેવાનશ્રીઓ, કારોબારી સભ્યો, પૂર્વ અને વર્તમાન પદાધિકારીશ્રીઓ, વાલીગણ, વિધાર્થીમિત્રો તથા શ્રી મોટી દસકોશી રપ ગામ રોહિત જ્ઞાતી પરગણાના તમામ સભ્યશ્રીઓ, પરગણાના મંત્રી હરેશભાઈ ડી.પરમાર ધ્વારા સન્માન સમારોહ મા મહેમાનોને સ્ટેજ ઉપર આદર પુર્વક આમંત્રિત કરવામા આવેલ, ત્યાર સંત સિરોમણી ગુર રોહિદાસ,વિશ્વ ના મહાનાયક,પડીતોના તરણહાર ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને પરગણાના ભવન ના આધ્ય સ્થાપક  સ્વ મુળજીભાઈ મહેરિયાજીની પ્રતિમા ને  મહેમાનો ધ્વારા ફુલહાર અર્પણ કરી અને દિપ પ્રાગટય કર્યાબાદ સ્ટેજ ઉપરના મહેમાનોનુ બુકે અને શાલ ધ્વારા સન્માન કરવામા આવ્યુ હતુ. ]

પરગણાના પ્રમુખ અને સભા ના અધ્યક્ષ શ્રી રમણલાલ આર સોનારા ધ્વારા તેજસ્વી સ્વાગત પ્રવચન બાદ મુખ્ય મહેમાનો ધ્વારા જોરદાર પ્રેરણા દાયક પ્રવચન પછી તેજસ્વી વિધાર્થીઓને ઈનામ વિતરણ કાર્યની ખુબજ ઉત્સાહ પૂર્વક  શરૂઆત કરવામા આવી હતી.જેતલપુર સમાજ ભવન ખાતે તારીખ ૦૫/૦૭/૨૦૨૬, રવિવારના રોજ યોજાયેલ "તેજસ્વી તારલા સન્માન સમારોહ – ૨૦૨૬"ને આપ સૌના ઉત્સાહભર્યા સહયોગ, ઉપસ્થિતિ અને આશીર્વાદથી ભવ્ય સફળતા મળી છે.

સમગ્ર સમાજે સ્વયંસ્ફૂર્ત રીતે ઉપસ્થિત રહી આપણા તેજસ્વી વિધાર્થીઓને પ્રોત્સાહન આપ્યું અને શિક્ષણના વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આપ સૌની વિશાળ ઉપસ્થિતિ, સહભાગિતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ આ સમારોહની સૌથી મોટી સફળતા રહી. સૌ સાથે લીધેલા સહભોજનની મીઠી યાદો પણ હંમેશા સ્મરણમાં રહેશે.

આ પવિત્ર અને ઉમદા કાર્યમાં આપ સૌએ સારથી બની સમાજસેવાનું ઋણ અદા કર્યું છે. પરગણાની આમંત્રણ પત્રિકાને માન આપી કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર દરેક દાતાશ્રી, આગેવાનશ્રી, કારોબારી સભ્ય, ગામના સભ્યશ્રીઓ, વાલીગણ, વિધાર્થીમિત્રો તેમજ તમામ શુભેચ્છકોનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

આપ સૌના સહયોગથી આપણા પરગણાનું ગૌરવ અનેકગણું વધ્યું છે અને તેજસ્વી વિધાર્થીઓનું સન્માન ગૌરવપૂર્ણ રીતે સંપન્ન થયું છે. ભવિષ્યમાં પણ આપનો આવો જ પ્રેમ, સહકાર અને આશીર્વાદ મળતા રહેશે તેવી અપેક્ષા સાથે ફરી એકવાર સહૃદય આભાર વ્યક્ત કરીએ છીએ.

આ કાર્યક્રમ સંપૂર્ણ સંચાલન પરગણા ના મહામંત્રી શ્રી હરેશભાઈ દાનાભાઈ પરમાર ધ્વારા કરવામા આવ્યુ હતુ

સહૃદય આભાર...

શ્રી મોટી દસ કોશી રપ ગામ રોહિત જ્ઞાતી પરગણું

પ્રમુખ: શ્રી રમણલાલ આર. સોનારા

મંત્રી: હરેશભાઈ ડી. પરમાર

Tags: જેતલપુર સમાજ ભવન તેજસ્વી તારલા સન્માન સમારોહ

સંબંધિત સમાચાર