વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના વિવિધ પાસાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. નર્મદા જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા એક પહેલના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી પ્રત્યે
ગંભીરતા અને જાગૃતિ આવે તે માટે તા.૨૨/૦૬/૨૦૨૬ ના રોજ રાજપીપળા સ્થિત શ્રી એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પરિસરમાં રોડ સલામતી અને ટ્રાફિક જાગૃતિ વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનાર દરમિયાન જિલ્લા ટ્રાફિક શાખાના દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના વિવિધ પાસાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા યુવા વાહનચાલકોને ફરજિયાતપણે ટ્રાફિક નિયમોનું પાલન કરવા, રસ્તા પર નિર્ધારિત ગતિ મર્યાદા જાળવવા તેમજ અકસ્માતોનું મુખ્ય કારણ બનતા વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા અંગે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, માર્ગ પર દોરેલા વિવિધ ચિહ્નો અને સંકેતોનો સાચો અર્થ સમજાવી તેનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો હતો.
આ કાર્યક્રમમાં કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો અને અધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાફિક શાખાના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને ટ્રાફિક જાગૃતિ અંગેના માહિતીસભર પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.