મુખ્ય સામગ્રી પર જાઓ

શું Appleની સિરી હિન્દુ વિરોધી છે? AI બોટના 'જય શ્રી રામ' અને 'સલામ વાલેકુમ'ના જવાબો પર ઉઠ્યા પ્રશ્નો

શું Appleની સિરી હિન્દુ વિરોધી છે? AI બોટના 'જય શ્રી રામ' અને 'સલામ વાલેકુમ'ના જવાબો પર ઉઠ્યા પ્રશ્નો

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક જમણેરી કાર્યકર્તાએ Appleના વોઈસ આસિસ્ટન્ટ સિરી પર 'હિન્દુ વિરોધી' હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. કાર્યકર્તાનું કહેવું છે કે સિરી 'સલામ વાલેકુમ'નો યોગ્ય જવાબ આપે છે, પરંતુ જ્યારે તેને 'જય શ્રી રામ', 'જય શ્રી મહાકાલ' અથવા 'જય માતા દી' કહેવામાં આવે છે, ત્યારે તે અપેક્ષિત પ્રતિસાદ આપતી નથી.

આ કાર્યકર્તાએ દાવો કર્યો છે કે જ્યારે યુઝર્સ 'જય શ્રી રામ' કહે છે, ત્યારે સિરી જવાબ આપે છે, 'હેલો, તમારો દિવસ શુભ રહે.' જોકે, જ્યારે તેને 'સલામ વાલેકુમ' કહેવામાં આવે છે, ત્યારે તે 'અસ્સલામુ અલયકુમ' જવાબ આપે છે. કાર્યકર્તાનું કહેવું છે કે 'અસ્સલામુ અલયકુમ' સિરીના ડેટા ફીડમાં છે, પરંતુ હિન્દુ ધર્મના સૂત્રો માટે યોગ્ય પ્રતિસાદ નથી.

તેમણે વધુમાં કહ્યું, “આ iPhone છે... તે 'સલામ વાલેકુમ'નો જવાબ આપે છે, પરંતુ ભગવાનના નામનો જવાબ આપતી નથી. ભારતમાં કરોડો હિન્દુઓ iPhone નો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ ક્યાંકને ક્યાંક અમારી સાથે આ એક પ્રકારની છેતરપિંડી છે. અમારો ડેટા પણ તેમની પાસે જઈ રહ્યો છે અને અમારી સાથે આ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.”

કાર્યકર્તાએ સિરી સાથેની વાતચીતના કેટલાક ઉદાહરણો પણ રજૂ કર્યા:

  • વ્યક્તિ: “હે સિરી, જય શ્રી મહાકાલ.”
  • સિરી: “તમારા કોન્ટેક્ટમાં જય શ્રી મહાકાલ નામનો કોઈ નથી. તમે કોની કોન્ટેક્ટ માહિતી શોધી રહ્યા છો?”
  • વ્યક્તિ: “હે સિરી, જય શ્રી રામ.”
  • સિરી: “હેલો, તમારો દિવસ શુભ રહે.”

આ વ્યક્તિએ આરોપ લગાવ્યો કે આ ઘટના કંપનીની

સંબંધિત સમાચાર