અમદાવાદ / સુરત / ગુજરાત : ભાજપે સુરત મહાનગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું પરંતુ જ્યાં AAPના કદ્દાવર નેતા મનોજ સોરઠિયા મેદાને ઉતર્યા છે એવા SMCના વોર્ડ નંબર 4માં ભાજપ પોતાના ઉમેદવારો ઉતારવામાં ડરી, ગભરાણી અને અસમંજસમાં મુકાય છે. તો તે મુદ્દે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તારીખ 10 એપ્રિલના રોજ રાત્રે 11 વાગે ભાજપના સુરત મહાનગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું. તો છેલ્લી ઘડી સુધી નિર્ણય ન લઈ શકવાની પરિસ્થિતિમાં ભાજપ પહોંચી ગયું છે, કારણ કે જનતા રાહ જોઈને બેઠી છે કે “આ વખતે આવી જાઓ મેદાનમાં પરિવર્તન લાવી જ દેવાનું છે.” અને આની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ સુરતમાં મજબૂતીની તૈયાર થઈ ગઈ છે. ભાજપે રાત્રે 11 વાગ્યે પોતાના ઉમેદવારોનું લિસ્ટ તો જાહેર કર્યું પરંતુ એ લિસ્ટમાં વોર્ડ નંબર 4ના કોઈ ઉમેદવારનું નામ નથી. કારણ કે માહિતી મળી રહી છે કે સીધા ફોન કરીને એ ઉમેદવારોને ફોર્મ ભરવા માટે મોકલી આપવામાં આવશે, તો સવાલ એ થાય છે કે આવું કેમ?
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, હકીકત એ છે કે વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટીના ધુરંધર નેતા મનોજભાઈ સોરઠીયાએ ઉમેદવારી કરી છે. મનોજભાઈ સોરઠીયા આમ આદમી પાર્ટીમાં 2012થી જોડાયા હતા અને સૌથી જૂના અને નિષ્ઠાવાન કાર્યકર્તા છે. અને પાર્ટીએ નક્કી કર્યું કે વોર્ડ નંબર 4માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મનોજભાઈ સોરઠીયા ચૂંટણી લડશે અને પાર્ટીને નેતૃત્વ પૂરું પાડશે. તો બીજી બાજુ ભાજપે જ્યારે આટલી મોડી રાત્રે પોતાનું લિસ્ટ જાહેર કર્યું, એમાં વોર્ડ નંબર 4ના કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું જ નથી. તો સુરતના વરાછા વિસ્તારમાં ભાજપની જે હાલત થઈ છે એ જોતા એવું લાગે છે કે જનતા જાગૃત થઈ ગઈ છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે સુરતમાં બહુ મોટી ક્રાંતિ થવાની છે અને સુરતથી ફરી એક વખત ગુજરાતભરની જનતાને સકારાત્મક ઉર્જા મળે એવું રીઝલ્ટ આવવાનું છે, ઝાડું ચાલવાનું છે અને આમ આદમી પાર્ટી ચાલવાની છે.
આમ આદમી પાર્ટી ગુજરાત


