મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ સહિત 3 ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે

ઉત્તર રેલવે લખનઉ મંડળમાં જૌનપુર-જફરાબાદ-જૌનપુર સિટી સેક્શનમાં નોન ઈન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ, કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ અને ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે. વિગતો માટે આવો જાણીએ.

અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ સહિત 3 ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે

ઉત્તર રેલવે લખનઉ મંડળમાં જૌનપુર-જફરાબાદ-જૌનપુર સિટી સેક્શનમાં નોન ઈન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ, કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ અને ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે. જેની વિગતો આ મુજબ છેઃ

1.  16, 17, 19, 21, 23, 24 અને 26 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ લખનઉ-અયોધ્યા કેન્ટ-જફરાબાદ-વારાણસી ને બદલે પરિવર્તિત માર્ગ વાયા લખનઉ-પ્રતાપગઢ-વારાણસી ના રસ્તે ચાલશે.

2.  18 અને 25 ઓક્ટોબર 2023 ના રોજ કામાખ્યા થી ચાલતી ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વારાણસી-જફરાબાદ-અયોધ્યા કેન્ટ-લખનઉ ને બદલે વારાણસી-પ્રતાપગઢ-લખનઉ ના રસ્તે ચાલશે.

3.  16 અને 23 ઓક્ટોબર 2023 ના રોજ ગુવાહાટી થી ચાલતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વારાણસી-જફરાબાદ-અયોધ્યા કેન્ટ-લખનઉ ને બદલે વારાણસી-પ્રતાપગઢ-લખનઉ ના રસ્તે ચાલશે.

ટ્રેનોના રોકાણ, માર્ગ, સમય અને સંરચના ના સંબંધમાં વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

સંબંધિત સમાચાર