ગીર-સોમનાથ જિલ્લા માહિતી કચેરી અને એ.આર.ટી.ઓ. ના સંયુક્ત ઉપક્રમે ઉના ટાવરચોક ખાતે માર્ગ સલામતી અન્વયે જન જાગૃતિ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતુ. એ.આર.ટી.ઓ. વાય.એચ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ જાગૃતિ યુવા કલા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત આ નાટકના માધ્યમથી વાહન ચલાવતા સમયે હેલ્મેટ, સીટબેલ્ટ, રોન્ગ સાઇડમાં સર્વીસ લાઇનનો ઉપયોગ કરવા અને ગતી મર્યાદામાં વાહન ચલાવવા સહિતની તમામ બાબતોને આવરી લેવામાં આવી હતી.
માર્ગ સલામતિને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લાના સંભવિત બ્લેક સ્પોટ અને હાલના બ્લેક સ્પોટ પર શેરી નાટકોનું આયોજન કરવામાં આવેલ છે. ઉના ખાતે યોજાયેલ માર્ગ સલામતી જન જાગૃતિ નાટક પ્રસંગે એ.આર.ટી.ઓ. કચેરીના શ્રી જી.પી.માંગુકીયા અને એચ.એમ.ગોહીલ તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગીર-સોમનાથ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા. ૧૬ સપ્ટે. નાં રોજ ઇણાજ ખાતે યોજાશે
ગીર-સોમનાથ તા. -૧૨, ગીર-સોમનાથ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા. ૧૬-૦૯-૨૦૨૩ નાં રોજ ૧૧:૦૦ કલાકે જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે યોજાશે. જિલ્લા કલેકટર શ્રી એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષસ્થાને યોજાનાર આ બેઠકમાં સબંધિત વિભાગના તમામ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટરશ્રી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.