મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

અમદાવાદ મંડળથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે. 

અમદાવાદ મંડળથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને,  અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે:

1.      ટ્રેન નંબર 20954/20953 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં 06 જુલાઈથી 27 જુલાઈ 2024 સુધી અમદાવાદથી અને 05 જુલાઈથી 26 જુલાઈ 2024 સુધી એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી  એક સામાન્ય શ્રેણી નો વધારાનો કોચ ઉમેરવામાં આવશે.

2.      ટ્રેન નંબર 22915/22916 બાંદ્રા ટર્મિનસ-હિસાર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં તાત્કાલિક અસરથી 29 જુલાઈ 2024 સુધી બાંદ્રા ટર્મિનસથી અને 02 જુલાઈથી 30 જુલાઈ 2024 સુધી  હિસાર થી એક સામાન્ય શ્રેણીનો વધારાનો કોચ ઉમેરવામાં આવશે.

3.      ટ્રેન નંબર 22958/22957 વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ટ્રેનમાં તાત્કાલિક અસરથી 31 જુલાઈ 2024 સુધી વેરાવળથી અને 07 જુલાઈ 2024થી 06 ઓગસ્ટ 2024 સુધી ગાંધીનગરથી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.

4.      ટ્રેન નંબર 19223/19224 ગાંધીનગર કેપિટલ-જમ્મુતાવી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેનમાં 2 જુલાઈથી 01 ઓગસ્ટ 2024 સુધી ગાંધીનગરથી અને 06 જુલાઈથી 05 ઓગસ્ટ 2024 સુધી જમ્મુતાવીથી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.

ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી  શકે છે.
 

fashion

સંબંધિત સમાચાર

travel