પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ટ્રેન બર 12947/12948 અમદાવાદ-પટના અજિમાબાદ એક્સપ્રેસને રાજગીર સુધી વિસ્તારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 12947 અમદાવાદ-રાજગીર અજિમાબાદ એક્સપ્રેસ 28 જુલાઈ 2025 થી અમદાવાદથી 21.50 કલાકે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે સવારે 07:25 કલાકે રાજગીર પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 12948 રાજગીર-અમદાવાદ અજિમાબાદ એક્સપ્રેસ 25 જુલાઈ 2025 થી રાજગીરથી 21:00 કલાકે પ્રસ્થાન કરશે તથા ત્રીજા દિવસે 03:50 કલાકે અમદાવાદ પહોંચશે.
પટનાથી રાજગીર વચ્ચે આ ટ્રેન પટના સાહિબ, બખ્તિયારપુર, બિહારશરીફ અને નાલંદા સ્ટેશનો પર રોકાશે. અમદાવાદથી પટના વચ્ચે આ ટ્રેનના આગમન/પ્રસ્થાન સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ટ્રેનોના સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.


