પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં નોંધાવી ઉલ્લેખનીય સિદ્ધિઓ માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત
સમયપાલનમાં નોંધપાત્ર સુધારો
• જૂન 2026 દરમિયાન મેલ અને એક્સપ્રેસ ટ્રેનોની 94.69 ટકા સમયપાલન સિદ્ધિ નોંધવામાં આવી, જે જૂન 2025 ની સરખામણીમાં 2.95 ટકા ઉત્તમ છે.
ગાંધીધામ ક્ષેત્રની નોંધપાત્ર સિદ્ધિઓ
• ગાંધીધામ ક્ષેત્રમાં દરરોજ સરેરાશ 2252.93 વેગનોનું માલ લોડિંગ કરવામાં આવ્યું, જે જૂન 2025 ની સરખામણીમાં 12.54 ટકા વધારે છે.
• ગાંધીધામ ક્ષેત્રના મુન્દ્રા પોર્ટ (MDCC) થી જૂન 2026 માં 587 ડબલ સ્ટેક કન્ટેનર રેકનું લોડિંગ કરી અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો. આ ઓક્ટોબર 2025 માં બનેલા 570 રેકના પૂર્વ રેકોર્ડથી વધારે છે.
માલ લોડિંગ અને આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ
• જૂન 2026 દરમિયાન અમદાવાદ મંડળે દરરોજ સરેરાશ 2941.8 વેગનોનું માલ લોડિંગ કર્યું, જે જૂન 2025 ની સરખામણીમાં 6.83 ટકા વધારે છે.
• આ સમયગાળામાં કુલ 4.42 મિલિયન ટન માલનું પરિવહન કરવામાં આવ્યું, જે ગયા વર્ષની સરખામણીમાં 10.21 ટકાની વૃદ્ધિને દર્શાવે છે.
• કોલસાના લોડિંગમાં 61.36 ટકા, ખાતરના લોડિંગમાં 44.96 ટકા તથા મીઠાના લોડિંગમાં 25.12 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી.
સંચાલન કુશળતામાં સતત સુધારો
• ઈલેક્ટિક લોકોમોટિવના ઉપયોગમાં 3.28 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી, જેનાથી સંચાલન ક્ષમતામાં સુધારો થયો.
• જૂન 2026 માં 156 લૉન્ગ-હૉલ માલગાડીઓનું સંચાલન કરવામાં આવ્યું, જે પાછલા વર્ષની સરખામણીમાં 457.14 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ છે.
માલ પરિવહનમાં નવી સિદ્ધિઓ
• અમદાવાદ ક્ષેત્રમાં મલ્ટી-મૉડલ ટર્મિનલ, દેવલિયાથી 21 જૂન 2026 ના રોજ પ્રથમવાર ઉત્તર-પૂર્વ સીમાંત રેલવેના ભાંગા (BXG) માટે 21 BCN વેગનોની મિશ્ર વસ્તુઓથી લદાયેલી માલગાડીની સફળ રવાનગી કરવામાં આવી.
યાત્રી સુવિધાઓને મળ્યું વધુ વિસ્તરણ
• જૂન 2026 દરમિયાન મંડળથી કુલ 6418 કોચિંગ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું, જે પાછલા વર્ષની સરખામણીમાં 2.31 ટકા વધારે છે.
• યાત્રીઓની વધારાની માંગને ધ્યાનમાં રાખતાં વિવિધ ટ્રેનોમાં 333 વધારાના કોચ લગાવવામાં આવ્યા તથા મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં 9 વધારાની પાર્સલ વેન (VP) પણ જોડવામાં આવી.
જૂન 2026 દરમિયાન પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે સંચાલન, માલ પરિવહન, સમયપાલન અને યાત્રી સુવિધાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ નોંધાવી છે. મંડળ ભવિષ્યમાં પણ સુરક્ષિત, સમયબદ્ધ અને ગુણવત્તાપૂર્ણ સેવાઓ પૂરી પાડવા તથા સંચાલન શ્રેષ્ઠતામાં નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટે સતત પ્રતિબદ્ધ છે.