મુખ્ય સામગ્રી પર જાઓ

સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ની થીમ સાથે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં સતર્કતા જાગૃતિ સપ્તાહનો પ્રારંભ

સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ ની થીમ સાથે કેન્દ્રીય સતર્કતા આયોગ દ્વારા 26 ઑક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહ–2026ની ઉજવણી કરવામાં આવી રહી છે.

સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ની થીમ સાથે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં સતર્કતા જાગૃતિ સપ્તાહનો પ્રારંભ

સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ ની થીમ સાથે કેન્દ્રીય સતર્કતા આયોગ દ્વારા 26 ઑક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહ–2026ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં આજે (26.10.2026) પ્રતાપનગર સ્થિત મંડળ રેલવે મેનેજર કચેરીના પ્રાંગણમાં અપર મંડળ રેલવે મેનેજર શ્રી નીરજ ધમીજાએ અધિકારીઓ અને કર્મચારીઓને સત્યનિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા.

આ શપથ દ્વારા તમામ રેલવે કર્મચારીઓએ પ્રામાણિકતા, પારદર્શિતા અને જવાબદારી જાળવી રાખવાનો સંકલ્પ પણ લીધો હતો.

પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી ખેમરાજ મીણાએ જાહેર કરેલી અખબારી યાદી અનુસાર, આ અભિયાન અંતર્ગત મંડળમાં શેરી નાટકો અને પરિસંવાદો દ્વારા પણ કર્મચારીઓને સતર્કતા પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

આ સપ્તાહની પૂર્વભૂમિકા રૂપે 17 ઑગસ્ટ 2026થી 16 નવેમ્બર 2026 સુધી ત્રણ મહિનાનું નિવારક સતર્કતા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં ક્ષમતા નિર્માણનાં મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. સાથે જ, મંડળના કર્મચારીઓને ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમો દ્વારા તાલીમ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

Tags: પશ્ચિમ રેલવે વડોદરા મંડળ

સંબંધિત સમાચાર