અમદાવાદમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જ્યાં સામાન્ય રીતે વિદેશ જવા ઈચ્છતા લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે, ત્યારે આ વખતે એક વિઝા કન્સલ્ટન્ટ પોતે જ છેતરપિંડીનો શિકાર બન્યા છે. ગોતા વિસ્તારમાં પોતાની કન્સલ્ટન્સી ચલાવતા એક યુવાનને કેનેડાના વર્ક પરમિટ વિઝા અને ઝડપી LMIA લેટર અપાવવાની લાલચ આપીને ગાંધીનગરના એક પિતા-પુત્ર અને તેમના સસરાની ત્રિપુટીએ નકલી દસ્તાવેજો પધરાવીને ચાર ગ્રાહકોના કામ પેટે કુલ 98.15 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મામલે ભોગ બનનાર વિઝા કન્સલ્ટન્ટે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ છેતરપિંડીનો ભાંડો કેવી રીતે ફૂટ્યો તેની વિગતો અનુસાર, ગત માર્ચ 2023માં અલ્પેશભાઈનો સંપર્ક ગાંધીનગરના સરગાસણ ખાતે રહેતા જયેશ પટેલ અને કેનેડામાં વસતા તેમના પુત્ર યશ પટેલ સાથે થયો હતો. જયેશ પટેલે અલ્પેશભાઈને વિશ્વાસ અપાવ્યો હતો કે તેમનો દીકરો યશ કેનેડામાં રહે છે અને તેઓ બંને મળીને કેનેડાની LMIA વર્ક પરમિટનું કામ ઝડપથી પાર પાડી શકે છે. શરૂઆતમાં એક-બે કામ સફળતાપૂર્વક પૂરા કરીને આરોપીઓએ અલ્પેશભાઈનો વિશ્વાસ જીતી લીધો હતો.
આ વિશ્વાસના આધારે અલ્પેશભાઈએ કિરણ રાઠોડ, યશ પટેલ, જય પટેલ અને અભિષેક પટેલ નામના ચાર ગ્રાહકોની ફાઇલો આ પિતા-પુત્રને સોંપી હતી. આરોપીઓએ વિવિધ ગ્રાહકોના કામ માટે કુલ 98,15,000 રૂપિયા પડાવી લીધા હતા. આ રકમમાંથી અલ્પેશભાઈએ ઓગસ્ટ 2023થી અત્યાર સુધીમાં મુખ્ય આરોપી જયેશભાઈ પટેલને 66,89,000 રૂપિયા રોકડા ચૂકવ્યા હતા.
વધુમાં, યશના સસરા પદમીનકુમાર પટેલને તેમની સી.જી. રોડ પર આવેલી જ્વેલર્સની દુકાને 15,26,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. બાકીના 16,00,000 રૂપિયા કેનેડામાં યશ પટેલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. યશે પોતાના