મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

નર્મદા જિલ્લામાં વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ મેળવવાનો અનેરો અવસર

૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ તા.૩૧ ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં નોંધણી કરાવી શકશે.

નર્મદા જિલ્લામાં વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ મેળવવાનો અનેરો અવસર

રાજપીપલા :- રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા રાજ્યમાં વસતા અનુસુચિત જનજાતિના
૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે તાલુકાકક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લામાં નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં પણ આગામી સપ્ટેમ્બર માસમાં નિયત કરેલ સ્થળે ૪૫ યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે. જ્યાં વિષય નિષ્ણાંતો, તજજ્ઞો દ્વારા શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના-રચનાની કાર્ય પધ્ધતિ સહિત પંચાયતી માળખા વિશે માહિતગાર
કરાશે.

ઉપરાંત, કુશળ નેતૃત્વના ગુણો વિકસાવવા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક-યુવતીઓમાં છુપાયેલ કૌશલ્યને રચનાત્મક દિશા આપી માર્ગદર્શિત કરવામલ સહિત
તાલીમાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ આસનો કરવાથી થતા લાભ અને તેની સમજ પુરી પાડવામાં આવશે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રૂમ નં-૨૧૭ બીજો માળ, જિલ્લા સેવા સદન, રાજપીપળા ખાતે સંપર્ક કરવાનો રહેશે. તા. ૩૧ ઓગસ્ટ,
૨૦૨૩ સુધીમાં નામ નોંધણી કરવા અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રાજપીપલા, જિ.નર્મદાની અખબારી યાદીમાં જણાવાયું છે.

fashion

સંબંધિત સમાચાર

travel