નવી દિલ્હીઃ દિલ્હીથી AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે શનિવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેણે ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલની અંદર 'અત્યાચાર' કરવામાં આવી રહ્યો છે. સિંહે પત્રકારોને કહ્યું, "તેમનું મનોબળ તોડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે."
સંજય સિંહે કહ્યું કે, 'નિયમો મુજબ અને જેલ મેન્યુઅલમાં જણાવ્યા મુજબ, જેલ પ્રશાસનને જેલમાં રહેલા લોકોને રૂબરૂ મળવાની પરવાનગી આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જોકે, તેમની (CM કેજરીવાલની) પત્નીને તેમને રૂબરૂ મળવાની મંજૂરી નથી.