મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ભારે ગરમી છતાં AAPના કાર્યકર્તાઓનો જોશ હાઈ: મનિષ સિસોદિયાએ રાજકોટ ગજવ્યું

રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી મનિષ સિસોદિયાએ રાજકોટના સોરઠીયાવાડી સર્કલથી ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ભયંકર ગરમીમાં પણ કાર્યકર્તાઓ અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભારે ગરમી છતાં AAPના કાર્યકર્તાઓનો જોશ હાઈ: મનિષ સિસોદિયાએ રાજકોટ ગજવ્યું

અમદાવાદ / રાજકોટ / ગુજરાત : આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરમાં જનસમર્થન વધારવા માટે વિજય વિશ્વાસ સભાઓ અને રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત આમ આદમી પાર્ટીના પંજાબના પ્રભારી અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા હાલ ગુજરાતના પ્રવાસે છે અને સતત લોકો વચ્ચે જઈને સભાઓ તથા રોડ શો દ્વારા ઉમેદવારોનો ઉત્સાહ વધારી રહ્યા છે. આજે રાજકોટ ખાતે તેમણે પત્રકાર પરિષદને સંબોધી હતી, ત્યારબાદ સોરઠીયાવાડી સર્કલથી ભવ્ય રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા અને આમ આદમી પાર્ટીને જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભયંકર ગરમી વચ્ચે પણ જ્યાં નજર જાય ત્યાં સુધી લોકોનો ઉમટેલો જનસાગર અને કાર્યકર્તાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના લોકોનો આમ આદમી પાર્ટી પ્રત્યેનો પ્રેમ જોઈને તેઓ ખૂબ જ ઉત્સાહિત થયા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે પરિવર્તન નિશ્ચિત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે હવે ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રત્યે સતત વધી રહેલો જનસમર્થન ચોક્કસપણે પરિવર્તન લાવશે. રાજકોટના આ ભવ્ય રોડ શોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુજરાતની જનતા હવે પરિવર્તન માટે તૈયાર છે અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મજબૂત સમર્થન મળશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

fashion

સંબંધિત સમાચાર

travel