મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ઈસુદાન, ચૈતર અને ગોપાલની ત્રિપુટીએ ગજવ્યું ગુજરાત, હવે ફેંસલો જનતાના હાથમાં

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬ ના પ્રચારના અંતિમ દિવસે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જનતાને સંબોધન કર્યું છે. તેમણે જણાવ્યું કે આ વખતે આમ આદમી પાર્ટીના ૬૦૦૦ થી વધુ ઉમેદવારો મેદાનમાં છે, જેઓ સામાન્ય પરિવારમાંથી આવે છે અને સમાજસેવાની ભાવના ધરાવે છે. ગોપાલ ઇટાલિયાએ મતદારોને મતદાનની પ્રક્રિયા સમજાવતા કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા અને જિલ્લા પંચાયત માટે ૨ વખત અને શહેરોમાં નગરપાલિકા કે મહાનગરપાલિકાના પેનલ ઉમેદવારો માટે ૪ વખત ઝાડુ (AAP) નું બટન દબાવવું પડશે.

ઈસુદાન, ચૈતર અને ગોપાલની ત્રિપુટીએ ગજવ્યું ગુજરાત, હવે ફેંસલો જનતાના હાથમાં

અમદાવાદ : ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જનતાને સંદેશ આપતા જણાવ્યું હતું કે, આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આખા ગુજરાતમાં 6,000થી વધારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એ તમામ લોકોએ ખૂબ જ મહેનત કરી છે.  અનેક યુવાનો નવા છે, પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે, સામાન્ય પરિવારમાંથી આવે છે, રાજનીતિ શીખી રહ્યા છે અને નિષ્ઠાથી સમાજસેવા કરવાનું સપનું લઈને આગળ વધી રહ્યા છે. આમ આદમી પાર્ટી એક નાની પાર્ટી છે અને અમારી પાસે બહુ પૈસા નથી. તેમ છતાં અમે અમારી રીતે પૂરતો પ્રયત્ન કર્યો છે. આમ આદમી પાર્ટી એક નાની પાર્ટી છે અને અમારી પાસે બહુ પૈસા નથી. તેમ છતાં અમે અમારી રીતે પૂરતો પ્રયત્ન કર્યો છે.

વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ઈસુદાનભાઈ, ચૈતરભાઈ મનોજભાઈ, બ્રિજરાજભાઈ, પ્રવીણભાઈ સહિત તમામ નેતાઓએ જબરદસ્ત મહેનત કરી અને ઉમેદવારોને માર્ગદર્શન પણ આપ્યું છે સાથે સાથે તેમણે મજબૂતીથી લો સંપર્ક પણ કર્યું. તેમ છતાં અમે બધી જગ્યાએ પહોંચી શક્યા નથી કારણ કે ચૂંટણીના દિવસો થોડા હતા અને પ્રચાર વધારે જગ્યાએ કરવાનો હતો. તો ગુજરાતના તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આ વખતે જે તક મળી છે, એ તક ચૂકશો નહીં. AAPના ભણેલા-ગણેલા અને ઉર્જાવાન ઉમેદવારોને વોટ આપવા માટે તાલુકા-જિલ્લા પંચાયતમાં બે વખત ઝાડુંનું બટન દબાવીને વોટ આપવો પડશે. એક વોટ જિલ્લા પંચાયતના  ઉમેદવારને આપવો પડશે અને એક વોટ તાલુકા પંચાયતના ઉમેદવારને. આ જ રીતે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ચાર વખત ઝાડુંના બટન પર વોટ આપીને પીળું બટન દબાવું પડશે. એટલે કે શહેરોમાં ચાર વખત ઝાડુંનું બટન દબાવો અને ગ્રામ્ય વિસ્તારોમાં બે વખત ઝાડુંનું બટન દબાવી અમારા ઉમેદવારોને વિજય બનાવો, એવી ગુજરાતભરના લોકોને મારી વિનંતી.

આમ આદમી પાર્ટી ગુજરાત

fashion

સંબંધિત સમાચાર

travel