મુખ્ય સામગ્રી પર જાઓ

ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા વન રક્ષક અને વનપાલોની પડખે આવ્યા AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી

જોખમી ભથ્થું, ગ્રેડ પે, સીધી ભરતી, રજાના અને બદલીના મામલાઓ, આવી એમની અનેક પડતર માંગણીઓ છે, આના પર સહેલાઈથી કામ થઈ શકે એમ છે: ઈસુદાન ગઢવી

ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા વન રક્ષક અને વનપાલોની પડખે આવ્યા AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી

અમદાવાદ / ભરૂચ / દાહોદ / છોટાઉદેપુર / વલસાડ / જુનાગઢ / નર્મદા / ગુજરાત | આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હિંસક પ્રાણીઓ વચ્ચે રહીને પણ વનનું રક્ષણ કરતા વન રક્ષક અને વનપાલ છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગરમાં પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. ખરેખર સરકારો એવી હોવી જોઈએ કે કોઈ રજૂઆત કરે અને સરકાર કામ કરે, પરંતુ આ અહંકારી સરકારને કંઈ ફરક પડતો નથી. આ વન રક્ષક અને વનપાલ હિંસક પ્રાણીઓ વચ્ચે રહેતા હોય તો જે જોખમી ભથ્થું હોય, ગ્રેડ પે હોય, સીધી ભરતીના મામલા છે, આ સિવાય રજાના અને બદલીના મામલાઓ છે, આવી  એમની અનેક પડતર માંગણીઓ છે એને સહેલાઈથી આના પર કામ થઈ શકે એમ છે. કારણ કે એમની માંગણીઓ વ્યાજબી છે. આ માંગણી એવી પણ નથી કે જેનું પાલન કરવાથી સરકાર પર ખૂબ બધું ભારણ આવી જાય.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી વન રક્ષક અને વનપાલો   માંગો કરી રહ્યા છે અને છેલ્લે તેમણે આંદોલન પર પણ ઉતરવું પડ્યું અને એ પણ ખાખી કપડામાં આંદોલન પર ઉતરવું પડ્યું. હું સરકારના મુખ્યમંત્રી અને વન મંત્રીને વિનંતી કરું છું કે આપણા જંગલોની, કુદરતી સંપત્તિઓની, વૃક્ષોની, પ્રાણીઓની જે લોકો રખેવાળી કરે છે એ લોકોને એમના હક અને અધિકાર મળવા જોઈએ, આપ એમની વ્યાજબી માંગણીઓ સાંભળો અને ઉકેલ લાવો એવી અમારી માંગ છે અને વિનંતી છે. આજે હું એક જંગલની વચ્ચે જ ઉભો છું અને મને ખ્યાલ છે કે જંગલમાં ફરજ બજાવવું ખૂબ જ કઠિન હોય છે તો આ તમામ વન રક્ષકો અને વનપાલની માંગણીઓ સરકાર માને અને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવે એવી હું માંગણી કરું છું.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ઈસુદાન ગઢવી ગાંધીનગર

સંબંધિત સમાચાર