મુખ્ય સામગ્રી પર જાઓ

બ્રાન્ડના નામે ઝેરી ઘી: અમદાવાદમાં 4.8 ટન નકલી ઘી ઝડપાયું

બ્રાન્ડના નામે ઝેરી ઘી: અમદાવાદમાં 4.8 ટન નકલી ઘી ઝડપાયું

અમદાવાદ એક્સપ્રેસ: અમદાવાદ શહેરમાં શુદ્ધ ગાયના ઘીના નામે નકલી ઘીનું વેચાણ કરતા તત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી છે. 8 જૂન, 2026ના રોજ, AMCના દક્ષિણ ઝોનના ઇન્દ્રપુરી વોર્ડ વિસ્તારમાં તપાસ દરમિયાન, શહેરના ત્રણ જુદા જુદા સ્થળોએથી કુલ આશરે 4, કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત કરવામાં આવ્યું છે. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 31,81,273 આંકવામાં આવી છે.

AMCની ટીમે ઇન્દ્રપુરી વિસ્તારમાં આવેલા લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પૂર્વદીપ સોસાયટી પાછળ, સીટીએમ ખાતેની એક જગ્યા પર દરોડા પાડ્યા હતા. અહીં અરવિંદભાઈ ત્રિકમચંદ નાગર 'રિધમ કાઉ ઘી' અને 'વચનામૃત કાઉ ઘી'ના સુપર સ્ટોકિસ્ટ તરીકે કામ કરતા હોવાનું બહાર આવ્યું. તપાસ દરમિયાન, સ્થળ પરથી આશરે 3,250 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી મળી આવ્યું, જેની અંદાજિત કિંમત રૂ. 21,31,785 છે.

ફૂડ સેફ્ટી અધિકારીઓએ ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ, 2006 હેઠળ 'રિધમ કાઉ ઘી' અને 'વચનામૃત કાઉ ઘી'ના નમૂનાઓ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા છે. આ ઉપરાંત, સ્થળ પરનો સમગ્ર જથ્થો વેચાણ માટે અટકાવવામાં આવ્યો છે અને એકમને સીલ કરી દેવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને બ્રાન્ડના ઘીનું ઉત્પાદન દસ્ક્રોઈ તાલુકાના પાલડી-કાકંજ ગામના ઓડે-પીરાણા રોડ પર આવેલા પ્લોટ નંબર 53માં સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ દ્વારા કરવામાં આવે છે.

તપાસ દરમિયાન, અમદાવાદ એક્સપ્રેસને આ જ ઉત્પાદનોના અન્ય બે વિતરકો વિશે પણ માહિતી મળી હતી. જેમાં વટવા સ્થિત વીરકૃપા ટ્રેડિંગ અને દૂધેશ્વર સ્થિત ત્રિશાલા એજન્સીનો સમાવેશ થાય છે. માહિતી મળતા જ, AMC દ્વારા અલગ-અલગ ટીમોને બંને સ્થળોએ તપાસ માટે મોકલવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન, બંને સ્થળોએથી આશરે 1,600 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો વેચાણ માટે અટકાવવામાં આવ્યો, જેની અંદાજિત કિંમત રૂ. 10,49,488 થાય છે.

આમ, AMCના ફૂડ વિભાગ દ્વારા શહેરના ત્રણ જુદા જુદા સ્થળોએ કરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીમાં કુલ 4, કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી વેચાણ માટે જપ્ત કરવામાં આવ્યું છે. અમદાવાદ એક્સપ્રેસ દ્વારા આ કાર્યવાહીને આવકારવામાં આવી રહી છે, જે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કડક પગલાં ભરે છે.

સંબંધિત સમાચાર