અમદાવાદ / નર્મદા / ભરૂચ / વડોદરા / ગુજરાત ; આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં નર્મદા જિલ્લાના દરેક ગામડે ગામડે અને શહેર શહેર જઈને તથા રાજપીપળામાં પણ અમે હાલ હસ્તાક્ષર કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ. લોકોનું આ કાર્યક્રમમાં ખૂબ જ સારું સમર્થન છે સાથે સાથે અમે લોકોને ચૈતરભાઈના સમર્થનમાં છપાવેલા પેમ્ફલેટ પણ આપી રહ્યા છીએ જેમાં અમે ચૈતરભાઈ દ્વારા કરવામાં આવેલા કામોને લોકો વચ્ચે લઈ જઈ રહ્યા છીએ. આજે પટેલ સમાજ, દરબાર સમાજ, મુસ્લિમ સમાજ, આદિવાસી સમાજ સહિત તમામ સમાજનું ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને સમર્થન મળી રહ્યું છે. ભાજપ દ્વારા ખોટી FIR કરીને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત અન્ય લોકોને સજા કરવામાં આવી છે. ચૈતરભાઈ નિર્દોષ છે અને ભાજપ ચૈતરભાઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, ચૈતરભાઈના સમર્થનમાં આગામી તારીખ 20 જુલાઈ 2026ના રોજ સોમવારે સવારે 11:00 વાગે નંદ ભિલરાજાની પ્રતિમાથી કલેકટર ઓફિસ જવામાં આવશે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવશે. નર્મદા જિલ્લાના એક લાખ લોકો પોતાની સહી કરીને પોતાનું સમર્થન આપી રહ્યા છે. અમે તમામ સમાજના આગેવાનો અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે 20 તારીખના કાર્યક્રમમાં અમારી ટીમના હાથ મજબૂત કરવા અને ચૈતરભાઈના હાથ મજબૂત કરવા આ કાર્યક્રમમાં સહભાગી થાઓ, એ માટે અમારું આપ તમામ લોકોને ભાવભર્યુ આમંત્રણ છે.
આમ આદમી પાર્ટી ગુજરાત