એકતા નગર આજે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે—સરદાર પટેલ સાહેબની સૌથી મોટી પ્રતિમા અને એક અત્યંત મનોહર સ્થળ તરીકે. આવા પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પર જ્યારે માનનીય રાષ્ટ્રપતિ મહોદયા પોતે તથા દેશભરમાંથી ફિલ્મ જગતના મોટા કલાકારો ઉપસ્થિત રહેશે, ત્યારે લોકોને પણ આ પ્રવાસન સ્થળ વિશે વધુ જાણવાની તક મળશે.
અમારો પ્રયાસ છે કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોને એક કોન્ફરન્સ રૂમની બહાર કાઢીને જનતા વચ્ચે લઈ જઈએ અને પ્રવાસનના માધ્યમથી તેને આગળ વધારીએ.
હું તમામ રાજ્યોને વિનંતી કરું છું કે તેઓ પોતાના રાજ્યના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો માટે પ્રસ્તાવ આપે અને તેમાં શ્રેષ્ઠ સુવિધાઓ તથા 360-ડિગ્રી વિકાસની યોજના તૈયાર કરીને તેનો અમલ કરે. જે રાજ્યનો પ્રસ્તાવ પસંદ કરવામાં આવશે, ત્યાંના પ્રવાસન સ્થળ પર આગામી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું આયોજન કરવામાં આવશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જ્યારે G20નું આયોજન કર્યું, ત્યારે તેને દેશના ખૂણે-ખૂણે અને દરેક રાજ્યમાં લઈ ગયા. આજે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોને પણ દેશના વિવિધ સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે. ફિલ્મ અને પ્રવાસનને એકસાથે કેવી રીતે જોડવું, તે એક ખૂબ જ મોટો વિચાર છે. ફિલ્મ અને પ્રવાસનના જોડાણથી તે પ્રવાસન સ્થળને પણ લાભ મળશે અને અમે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોને પણ કોન્ફરન્સ રૂમની બહાર કાઢીને વાસ્તવિક સ્થળ સુધી લઈ જઈ શકીશું.”