મુખ્ય સામગ્રી પર જાઓ

અત્યંત પ્રતિષ્ઠિત હિન્દ રત્ન એવોર્ડથી યુએસએ ના ડૉ. કશ્યપ પટેલ સન્માનિત:ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ

યુનાઇટેડ કિંગડમ ના લોર્ડ મેયર ઓફ ઓક્સફર્ડ દ્વારા NRI વેલ્ફેર સોસાયટી ના ઉપક્રમે અમેરીકાના વિશ્વ વિખ્યાત ઓન્કોલોજીસ્ટ ડૉ. કશ્યપ પટેલને અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા હિન્દ રત્ન એવોર્ડથી સન્માનિત કરવાની ઘટના ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ બની રહી છે.

અત્યંત પ્રતિષ્ઠિત હિન્દ રત્ન એવોર્ડથી યુએસએ ના ડૉ. કશ્યપ પટેલ સન્માનિત
ડૉ. કશ્યપ પટેલ, હિન્દ રત્ન એવોર્ડ, NRI વેલ્ફેર સોસાયટી, નોર્થ કોરોલીના, યુનાઇટેડ કિંગડમ ના લોર્ડ મેયર ઓફ ઓક્સફર્ડ

યુનાઇટેડ કિંગડમ ના લોર્ડ મેયર ઓફ ઓક્સફર્ડ દ્વારા NRI વેલ્ફેર સોસાયટી ના ઉપક્રમે અમેરીકાના વિશ્વ વિખ્યાત ઓન્કોલોજીસ્ટ ડૉ. કશ્યપ પટેલને અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા હિન્દ રત્ન એવોર્ડથી સન્માનિત કરવાની ઘટના ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ બની રહી છે.

ગૌરવવંતી ક્ષણ બની રહી

ગુજરાતની ખમીરવંતી ધરતીમાં રગદોળાયેલા અને કડવા પાટીદાર સમાજના આધ્યાત્મિકતાને સમર્પિત પરિવારમાં જન્મેલા વિશ્વ વિખ્યાત ડૉ. કશ્યપ પટેલને અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા હિન્દ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 

 ડૉ. કશ્યપ પટેલ ને હિન્દ રત્ન એવોર્ડથી સન્માનિત કરવાની ઘટનાની ક્ષણ ભારત દેશ અને પ્રત્યેક ભારતીય માટે ગૌરવની ક્ષણ બની રહી છે. 

નિ:શ્વાર્થ ભાવથી સેવાનો કર્યો સંકલ્પ

ગુજરાતના કડવા પાટીદાર સમાજમાં જન્મેલા કશ્યપ પટેલ બાળપણથી જ ભણવામાં હોંશિયાર હતા. આધ્યાત્મિકતાને સમર્પિત માતાપિતા અને પરિવારજનોએ કરેલા ઉચ્ચ કોટીના ધાર્મિક સંસ્કારોના સિંચન ના કારણે કશ્યપ પટેલ બાળપણથી જ સેવા પરમો ધર્મ, નિઃશ્વાર્થ અને સમર્પિતતાના ભાવથી સેવા માટે સંકલ્પબધ્ધ બન્યા હતા. અમદાવાદની મેડીકલ કોલેજમાં મેડીકલ નો અભ્યાસ કરી તબીબ બન્યા.

દર્દીઓ પ્રત્યે સમર્પિત ડૉ. કશ્યપ પટેલે દ્રઢ સંકલ્પ કર્યો હતો કે જીવનમાં વૈભવી સુખસગવડો - ધન-દોલત એકઠી કરવી એ જીવનનું લક્ષ્ય નહીં, પણ સમર્પિતતાના ભાવથી દર્દીઓ ની સેવા કરવી.

બ્રીટનથી કેમ યુએસએ શિફ્ટ થયા ?

ડૉ. કશ્યપ પટેલે શરૂઆતના વર્ષોમાં બ્રિટનમાં મેડીકલ પ્રેક્ટીસ કરી પરંતુ તેમના દ્રઢ સંકલ્પ ને સાકાર કરવા અમેરીકા પહોંચ્યા. અમેરીકાના નોર્થ કોરોલીના માં હોસ્પિટલની સ્થાપના કરી.

આધ્યાત્મિક વિચારધારાએ વિશ્વને કર્યા પ્રભાવિત

સેવા પરમો ધર્મ ના સંકલ્પ સાથે ઓન્કોલોજીસ્ટ તરીકે પ્રેક્ટીસ શરુ કરી. દર્દીઓ પ્રત્યે કરુણાનો ભાવ, નિ:શ્વાર્થ અને સમર્પિતતાના ભાવથી સેવા, સરળતા, સાદગી ના કારણે ડૉ. કશ્યપ પટેલ વિશ્વ વિખ્યાત ઓન્કોલોજીસ્ટ તરીકે પ્રસ્થાપિત થયા. આશ્ચર્ય અને ગૌરવની વાત એ છે કે ડૉ. કશ્યપ પટેલના મેડીકલ ક્ષેત્રે કરેલા સંશોધન, દર્દીઓ ની સારવાર, આધ્યાત્મિક વિચારધારા જેવા વિષયો ને વિશ્વભરના ૧૦૦ થી વધારે  પ્રતિષ્ઠીત સમાચાર પત્રો, મેગેઝિન, ન્યુઝ ચેનલ્સ એ ડૉ. કશ્યપ પટેલના ઈન્ટરવ્યુ પ્રકાશિત અને પ્રસારિત કર્યા છે.તેમની આધ્યાત્મિક વિચારધારા પ્રભાવિત બની રહી છે. 

વિશ્વકક્ષાના સંગઠનો માં સક્રિય ભુમિકા

અમેરીકામાં ઓન્કોલોજીસ્ટ એસો. ના પ્રેસિડન્ટ તરીકે તથા વિવિધ વિશ્વ કક્ષાના સંગઠન સાથે જોડાયેલા ડૉ. કશ્યપ પટેલને યુનાઇટેડ કિંગડમ ના લોર્ડ મેયર ઓફ ઓક્સફર્ડ દ્વારા NRI વેલ્ફેર સોસાયટી ના ઉપક્રમે અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા હિન્દ રત્ન એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરતાં જ અમેરીકામાં વસતા ભારતીયો અને ભારતના તબીબો માં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. 

સેવા પરમો ધર્મના સિધ્ધાંને મળી વૈશ્વિક ઓળખ

વિશ્વભરમાં વસવાટ કરતા ભારતીયો વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપી રહ્યા છે, જે ભારતીય નાગરીકોએ મેળવેલી  અકલ્પનિય પ્રેરણાદાયી સિધ્ધિ ના કારણે વિશ્વભરમાં ભારત દેશની પ્રતિષ્ઠા વધે અને તિરંગાને સન્માન મળે તેવા પ્રતિષ્ઠિત ગૌરવવંતા ભારતીયોને હિન્દ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ડૉ. કશ્યપ પટેલને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.ડૉ. કશ્યપ પટેલના કાર્યોથી સેવા પરમો ધર્મ ના સિધ્ધાંત ને વિશ્વભરમાં નવી ઓળખ મળી છે. 

૨૫ થી વધારે મેડલથી સન્માનિત

ઉલ્લેખનીય છે કે દર્દીઓ પ્રત્યે સમર્પિત ડૉ. કશ્યપ પટેલ અત્યાર સુધીમાં વિવિધ પ્રકારના ૨૫ કરતાં પણ વધારે એવોર્ડથી સન્માનિત થી ચુક્યા છે. તેમના દ્વારા લિખિત બીટવીન લાઈફ એન્ડ ડેથ પુસ્તક વિશ્વ વિખ્યાત બની રહ્યું છે. મહત્વની વાત એ છે વિશ્વભરમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થયા છતાં ડૉ. કશ્યપ પટેલ નમ્રતા, સરળતા અને સેવાના મૂલ્યો બનાવી રાખ્યા છે, કોઈ અભિમાન નહીં, કોઈ દંભ નહીં અને સદાય પ્રસન્નતા તેમના ચહેરા પર જોવા મળે છે. 

દર્દીઓને અંતિમ સમયે ગીતાનું જ્ઞાન

મ્રુત્યુ ના આરે પહોંચેલા દર્દીઓ ને મ્રુત્યુ સમયે કોઈ દુ:ખ, શોક કે પીડા ન પહોંચે તે માટે દર્દીઓ ની સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ડૉ. કશ્યપ પટેલને શ્રીમદ્ ભાગવત કથા ના પ્રત્યેક શ્લોક કંઠસ્થ છે, દર્દીઓ ના ઓપરેશન કરતા હોય ત્યારે શ્રીમદ ભાગવત કથા ના દિવ્ય શ્લોકોનું ઉચ્ચારણ પણ કરતા રહે છે.આર્થિક રીતે નબળા દર્દીઓ ની લાખો ડોલરની ફી માફ કરી ચુક્યા છે, ડૉ. કશ્યપ પટેલ કહે છે કે દર્દીઓ પાસેથી આર્થિક ફાયદા કરતાં તેને રોગ મુક્ત કરવામાં અને તેમની સમર્પિતતાના ભાવથી સેવા કરવા માં મને અનુભવાતી અલૌકિક આનંદની અનુભૂતિ અકલ્પનીય છે.

યુએસએ સરકારે કહ્યું સિવર્ણ સિધ્ધી     

અમેરીકા સરકારે વર્ષ ૨૦૨૨ માં ખરડો પસાર કરીને ડૉ. કશ્યપ પટેલની સેવાકીય પ્રવ્રુત્તિ અને અકલ્પનિય સફળતાને સુવર્ણ સિધ્ધી ગણાવી છે, ડૉ. કશ્યપ પટેલની સિધ્ધીને  અમેરીકાના ઈતિહાસ માં સુવર્ણ સિદ્ધી ગણાવી છે. નોર્થ કોરોલીના બ્લડ એન્ડ કેન્સર કેર એસો. ના સીઈઓ ડૉ. કશ્યપ પટેલની અકલ્પનીય સફળતા ને યુએસએ સરકારે પણ ગૌરવ પૂર્ણ ગણાવી હતી.

મને સોવાની તક મળતી રહે:ડૉ. કશ્યપ પટેલ

આ પ્રસંગે ડૉ. કશ્યપ પટેલ કહે છે કે હું ભગવાનનો ખુબ આભાર વ્યક્ત કરું છું કારણકે મને લોકોની નિ:શ્વાર્થ અને સમર્પિતતાના ભાવથી સેવા કરવાની તક મળે છે, મને ભગવાને બુધ્ધિ અને શક્તિ આપી છે, મારા માતાપિતા મને લોકોની નિ:શ્વાર્થ અને સમર્પિતતાના ભાવથી સેવા કરવા પ્રેરીત કરતા હતા.જેમના સંસ્કારો મારું પ્રેરક બળ છે. 

શ્રી ક્રિષ્નાનું આત્મજ્ઞાન અને આત્મસાદ

હું શ્રી ક્રિષ્નના તત્વજ્ઞાનને આત્મસાત કરવા પ્રયાસ કરું છું, કોઈ ફળની અપેક્ષા વગર કર્મ કરું છું, જેમાં મને અલૌકિક આનંદ મળે છે. 

ડૉ. કશ્યપ પટેલને હિન્દ રત્ન એવોર્ડ સન્માનિત કરવામાં આવતાં તેમની હોસ્પિટલના કર્મચારીઓ, દર્દીઓ, પ્રશંસકો, સ્નેહીજનો, શુભેચ્છકો, ગુજરાતમાં વસતા પરિવારજનો, સ્નેહીજનો, સંબંધીઓ, સામાજીક સંસ્થાઓ અને તબીબો માં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

Tags: United Kingdom NRI Welfare Society Hind Ratan Award Dr. Kashyap Patel North Carolina Lord Mayor of Oxford NRI વેલ્ફેર સોસાયટી હિન્દ રત્ન એવોર્ડ યુનાઇટેડ કિંગડમ ના લોર્ડ મેયર ઓફ ઓક્સફર્ડ નોર્થ કોરોલીના

સંબંધિત સમાચાર