મુખ્ય સામગ્રી પર જાઓ

એસ.એસ.જી. હોસ્પિટલના DEIC ફિઝિયોથેરાપી વિભાગની મોટી સફળતા

વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર DEICના ફિઝિયોથેરાપી વિભાગે વધુ એક સરાહનીય સફળતા હાંસલ કરી છે. વડોદરાના છાણી ગામના સોખડા ખાતે રહેતા સાડા છ વર્ષના માસૂમ બાળક તૈમૂર શેખ સ્પેસ્ટિક ટ્રીપ્લેજિયા નામની ગંભીર શારીરિક બિમારીથી પિડિત હતો. જેને DEICના ફિઝિયોથેરાપી વિભાગ દ્વારા યોગ્ય સારવાર અને સતત પ્રયાસોથી બાળકમા મોટું સકારાત્મક પરિવર્તન આવ્યું છે.

એસ.એસ.જી. હોસ્પિટલના DEIC ફિઝિયોથેરાપી વિભાગની મોટી સફળતા

વડોદરા | વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર DEICના ફિઝિયોથેરાપી વિભાગે વધુ એક સરાહનીય સફળતા હાંસલ કરી છે. વડોદરાના છાણી ગામના સોખડા ખાતે રહેતા સાડા છ વર્ષના માસૂમ બાળક તૈમૂર શેખ સ્પેસ્ટિક ટ્રીપ્લેજિયા નામની ગંભીર શારીરિક બિમારીથી પિડિત હતો. જેને DEICના ફિઝિયોથેરાપી વિભાગ દ્વારા યોગ્ય સારવાર અને સતત પ્રયાસોથી બાળકમા મોટું સકારાત્મક પરિવર્તન આવ્યું છે.

તૈમૂરનો જન્મ મૂળ ઉત્તર પ્રદેશના કાસગંજમાં થયો હતો. જન્મ સમયે ગર્ભમાં પાણીની અછત અને જન્મ સમયે આવેલી આંચકીના કારણે તેને સ્પેસ્ટિક ટ્રીપ્લેજિયા નામની ગંભીર શારીરિક બિમારી હોવાનું નિદાન ડોકટરો દ્વારા કરવામાં આવ્યું હતું.

એસએસજીના સિપ્રિટેન્ડન્ટ શ્રી રંજન ઐયરે આ કેસ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, જ્યારે બાળકના વાલીઓ તેને અહિં લાવ્યા ત્યારે તેની સ્થિતિ અત્યંત દયનીય હતી. બાળક ટેકા સાથે બેસવામાં પણ ભારે તકલીફ અનુભવતો હતો અને પોતાની જાતે સરકી કે ઘૂંટણિયે પણ ચાલી શકતો નહોતો. બાળકની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને DEIC ના ફિઝિયોથેરાપી વિભાગમાં નિષ્ણાત એસએસજીના ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. રિજૂ ડી. પટેલ અને ડૉ. રોહિત એ. તિલાવટની ટીમ દ્વારા તેના માટે એક ખાસ થેરાપી પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો હતો.

બાળકને છેલ્લા ચાર વર્ષથી સતત સારવાર આપી જેમા બાળકને ન્યુરો-ડેવલપમેન્ટલ ટ્રીટમેન્ટ, સેન્સરી ઇન્ટિગ્રેશન, હાથના પુનર્વસન માટે CIMT પદ્ધતિ, રુડ્સ એપ્રોચ તેમજ ખાસ પ્રકારના કેલિપર્સ સહિતની વિવિધ અદ્યતન થેરાપીઓ આપવામાં આવી હતી.  એસએસજીના ડૉક્ટરોની સમર્પિત મહેનત અને વાલીઓની ધીરજના પરિણામે આજે બાળકની શારીરિક ક્ષમતામાં અદ્ભુત સુધારો નોંધાયો છે.

તૈમૂર હવે જાતે ચત્તાથી ઘૂંટણિયે થઈ શકે છે. ટેકા સાથે ઘૂંટણિયે બેસી શકે છે. સ્વતંત્ર રીતે ઊભો રહી શકે છે. ચાલી શકે છે તેમજ પગથીયા પણ ચઢી શકે છે.

એસ.એસ.જી. હોસ્પિટલના DEIC વિભાગની સમર્પિત ડોકટરોની ટીમ દ્વારા સમયસર અને સતત નિદાન અને યોગ્ય ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવતા આજે ગંભીર શારીરિક પડકારો ધરાવતો બાળકો પણ સામાન્ય અને આત્મનિર્ભર જીવન તરફ આગળ વધી રહ્યો છે.

Tags: વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ફિઝિયોથેરાપી

સંબંધિત સમાચાર