મુખ્ય સામગ્રી પર જાઓ

નર્મદા ડેમમાં આજની પાણીની આવક 1.16 લાખ ક્યુસેક સામે 95.000 ક્યુસેક પાણી છોડાયું

ચોમાસા દરમિયાન ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના ૦૯ દરવાજા ૦.૮૦ મીટર ખોલવામાં આવ્યા.

નર્મદા ડેમમાં આજની પાણીની આવક 1.16 લાખ ક્યુસેક સામે 95.000 ક્યુસેક પાણી છોડાયું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : તા. ૨૪  પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી આજે બપોરે ૪ વાગે ડેમ માં ૧.૧૬ લાખ ક્યુસેક પાણીની આવક સામે રૂલ લેવલ જાળવવા ૦૯ દરવાજા ૦.૮૦ મીટર ખોલવામાં આવેલ છે. જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૯૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

નદી તળ વિધુત મથક (R.B.P.H) ના ૦૬ મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૯૫,૦૦૦ (૪૫,૦૦૦ + ૫૦,૦૦૦) ક્યુસેસ પાણી છોડવામાં આવેલ છે.

સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા જણાવ્યું છે. 

અસરગ્રસ્ત કરતા નાંદોદ તાલુકાના સિસોદરા, ભદામ, માંગરોલ, ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી,નવાપુરા, ધમણાચા,ધાનપોર, ભચરવાડા, હજરપુરા, શહેરાવ, વરાછા, પોઈચા, રૂંઢ ગામો અને ગરૂડેશ્વર તાલુકાના સાંજરોલી, અંકતેશ્વર, સુરજવડ, ગોરા, ગરૂડેશ્વર, ગંભીરપુરા, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ, તિલકવાડા, વડીયા, વિરપુર, રેંગણ ગામોના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
 

સંબંધિત સમાચાર