મુખ્ય સામગ્રી પર જાઓ

પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીએ 28મી ફેબ્રુઆરી, 2024ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

આ ઉજવણીનો વિષય “વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી” હતી. કાર્યક્રમમાં અમદાવાદ, ગાંધીનગર અને દહેગામમાંથી ધોરણ 9 અને 11ના વિવિધ 5 શાળાના 175 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીએ 28મી ફેબ્રુઆરી, 2024ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીએ 28મી ફેબ્રુઆરી, 2024ના રોજ "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ"ની ઉજવણી કરી હતી. રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને ગણિત વિભાગે સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.  આ ઉજવણીનો વિષય “વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી” હતી. 

આ કાર્યક્રમમાં અમદાવાદ, ગાંધીનગર અને દહેગામમાંથી ધોરણ 9 અને 11ના વિવિધ 5 શાળાના 175 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને હાજરી આપી હતી.  ઉજવણીની શરૂઆત ઉદઘાટન સમારોહથી થઈ હતી.

જેમાં વક્તાઓએ વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે તેમના વિચારોની ચર્ચા કરી હતી.  વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  ઉપરાંત, વિદ્યાર્થીઓએ “વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી” વિષય પર પોસ્ટર બનાવવાના કાર્યક્રમમાં પણ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. 

વિદ્યાર્થીઓના જૂથને વિવિધ કેટેગરીમાં પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.  બધા વિદ્યાર્થીઓએ સોલાર ફોટોવોલ્ટેઇક પેનલ એસેમ્બલી લાઇન (SOPAL) ની પણ મુલાકાત લીધી અને PDEU માં સૌર પેનલ્સ કેવી રીતે બનાવવામાં આવે છે તેનું સમજણ પૂર્વક અભ્યાસ કર્યો હતો.  કાર્યક્રમ દરમિયાન તમામ વિદ્યાર્થીઓને બાયો-ડીઝલનું પ્રયોગ તથા સમજણ પણ આપવામાં આવી હતી.

 

સંબંધિત સમાચાર