મુખ્ય સામગ્રી પર જાઓ

પંજાબ સ્થાનિક ચૂંટણી પરિણામો: ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની જબરદસ્ત જીત

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. અરવિંદ કેજરીવાલે આ જીતને પંજાબની જનતાનો ભરોસો ગણાવ્યો છે અને ભાજપ (ED પાર્ટી) પર આકરા પ્રહાર કરતા શહેરોમાંથી તેમનો સફાયો થયો હોવાનો દાવો કર્યો છે.

પંજાબ સ્થાનિક ચૂંટણી પરિણામો: ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની જબરદસ્ત જીત

અમદાવાદ / ગુજરાત : પંજાબની સ્થાનિક ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત મોટી જીત મેળવી છે. તેના પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પંજાબમાં આજે નગર નિગમ અને અર્બન લોકલ બોડીની ચૂંટણીઓના પરિણામ આવ્યા છે અને આમ આદમી પાર્ટીએ સ્વીપ કર્યું છે અને આમ આદમી પાર્ટીની જબરદસ્ત મોટી જીત થઈ છે. થોડા દિવસ પહેલા ગ્રામ્ય લોકલ બોડી અને જિલ્લા પંચાયતની  ચૂંટણી થઈ હતી, તેમાં પણ આમ આદમી પાર્ટીની મોટી જીત થઈ હતી. હું પંજાબના લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે પંજાબના લોકોએ આમ આદમી પાર્ટીના કામ પર ભરોસો કર્યો અને આમ આદમી પાર્ટીના સારા કામો પર મહોર લગાવી. આજે સાબિત થઈ ગયું કે આમ આદમી પાર્ટી ગ્રામ્ય વિસ્તારની સાથે સાથે શહેરી વિસ્તારમાંપણ મજબૂત છે. ગામડા અને શહેરના લોકોનો આમ આદમી પાર્ટી પર પૂરો ભરોસો છે.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, બીજી બાજુ ED પાર્ટી કહી રહી હતી કે તેઓ શહેરમાં મજબૂત છે પરંતુ આ ED પાર્ટીનો શહેરોમાં સફાયો થઈ ગયો છે. જે રીતે ED પાર્ટીએ પંજાબના હિન્દુ વેપારીઓ પર રેડ કરાવી અને તેમને પરેશાન કરવામાં આવ્યા, એનો લોકોએ બદલો લીધો અને ED પાર્ટીનો આખા પંજાબમાંથી સફાયો કરી દીધો. હું પંજાબના લોકોને ખુબ ખુબ બધાઈ આપવા માંગુ છું અને આશ્વાસન આપવા માગું છું કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી જે સારું કામ કરી રહ્યા છે, એમનું આવું જ સારું કામ ચાલતું રહેશે, બસ તમે તમારો પ્રેમ અને ભરોસો બનાવીને રાખો.

પંજાબમાં મળેલી ભવ્ય જીત મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ ટ્વિટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી, તેમણે જણાવ્યું હતું કે પંજાબની જનતાએ આજે સાબિત કરી દીધું છે કે AAP માત્ર ગામોમાં જ નહીં, શહેરોમાં પણ સૌથી મજબૂત તાકાત છે. પંજાબમાં આજે આમ આદમી પાર્ટીની કામની રાજનીતિ પર જનતાએ ફરીથી મોહર મારી છે અને ED પાર્ટીના સુપડા સાફ કરી નાખ્યા છે. પંજાબના મુખ્યમંત્રી સરદાર ભગવંત માનજી અને સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમને ખૂબ ખૂબ અભિનંદન.

આમ આદમી પાર્ટી ગુજરાત 

Tags: AAP AAP પંજાબ aap news AAP landslide victory Punjab Punjab Local Body Election Results 2026 Arvind Kejriwal on Punjab victory Bhagwant Mann leadership Punjab Isudan Gadhvi tweet Punjab result

સંબંધિત સમાચાર