મુખ્ય સામગ્રી પર જાઓ

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ–પટના સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તૃત

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા વધારાની ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ–પટના સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વધુ માહિતી માટે વાંચો.

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ–પટના સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તૃત

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા વધારાની ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ–પટના સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન નું વિવરણ નીચે મુજબ છે:

·       ટ્રેન નં. 09447 અમદાવાદ–પટના સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 24 જૂન, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 01 જુલાઈ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

·       ટ્રેન નં. 09448 પટના–અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 26 જૂન, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 3 જુલાઈ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

ટ્રેન સંખ્યા 09447ના વિસ્તૃત ફેરા માટે બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટરો તથા IRCTC વેબસાઇટ પર શરૂ છે. થશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના તથા સમય અંગે વધુ માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov પર મુલાકાત લઈ શકે છે. 

Tags: પશ્ચિમ રેલવે અમદાવાદ–પટના સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન

સંબંધિત સમાચાર