સુરત : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી તથા વોર્ડ નંબર 4ના ઉમેદવાર મનોજ સોરઠિયાએ મિડીયાના માધ્યમથી જણાવ્યું હતું કે ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષને એવી ભાષામાં તોણા માર્યા અને એવી ભાષામાં ધમકાવ્યા છે કે જાણે કોઈ ટપોરીઓની ટોળકી ચલાવતા હોય. વિપક્ષ ઉપર જે હુમલાઓ કરો છો પરંતુ આજે ગુજરાતની અંદર તમારા રાજમાં તમામ પ્રકારના લુખાઓ, ગુનેગારો, બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ ખુલ્લેઆમ ફરે છે. તમે એના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરી શકતા નથી. તમે પોતે આવા લોકોની સાથે ભાગીદારીમાં બેઠેલા છો અને વિપક્ષ ઉપર હુમલા કરો છો? ગુજરાતના લોકો ભાજપથી થાકી ગયા છે અને એ માટે આખા ગુજરાતમાં એક જ વાત ચાલી રહી છે કે હવે ભારતીય જનતા પાર્ટીને ઘરે બેસાડવાનો સમય આવ્યો છે. એટલા માટે તમે જાહેરમાં ભાજપના તમામ નેતાઓ વિપક્ષને ગાળો આપો છો, પરંતુ તમારા પાપ હવે છુપાયેલા રહેવાના નથી. આ વખતે ગુજરાતની જનતા તમારા પાપનો ઘડો ફોડવા જઈ રહી છે. તમે ગમે તેટલી હોશિયારી કરો અને ગમે તેટલા મોટા તાનાશાહ બનીને ફરો, આજની સ્થિતિ એ છે કે તમારા પ્રત્યે લોકોને કોઈ પ્રેમ નથી. તમે જે રીતે પોલીસનો દુરુપયોગ કરી અને વ્યવસ્થાનો દુરુપયોગ કરીને સત્તામાં બેઠેલા છો, એક વખત સત્તા જવા દો, પછી જો જનતા તમને તમારા આ તમામ કૃત્યોનો જવાબ ન આપે તો કહેજો. ગુજરાતની જનતા થાકી ગઈ છે, કંટાળી ગઈ છે અને આવનારા દિવસોમાં સત્તા પરિવર્તન થવાનું નિશ્ચિત છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો કે જનતા તમારી પાછળ ઝાડું લઈને પડી છે અને એ તમે અનુભવો છો, એટલા માટે જ તમે જેમ ફાવે તેમ બોલો છો.
આમ આદમી પાર્ટી ગુજરાત


