રાજપીપળા : ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે રાજપીપળાના નરસિંહ ટેકરી વિસ્તારના રહેવાસીઓનું ગઈ રાતથી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સ્થળાંતરિત નાગરિકોને રાજપીપળા નગરપાલિકા સેન્ટર હોમ ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સવારે ત્યાં રોકાયેલા તમામ નાગરિકો માટે જિલ્લા તંત્ર અને રાજપીપળા નગરપાલિકાના સંકલનથી ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.