(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : હવામાન વિભાગની અગાહીને પગલે દેડિયાપાડા સહિત આસપાસના વિસ્તારોમાં બે દિવસ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે આખો દિવસ ધીમીધારે વરસ્યા બાદ શુક્રવારે સવારે થી જ વરસાદે ધમધમાટી બોલાવી હતી. ધોધમાર વરસાદને કારણે નદીઓમા પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી.અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં હતા.દેડિયાપાડા નગરમાં રસ્તાઓ પર પાણી વહેવા માંડ્યું હતું. જો કે લાંબા સમયના વિરામ બાદ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ખેતીના તમામ પાકોને જીવનદાન મળ્યું હતું.
જ્યારે દેડિયાપાડા તાલુકાના પાનુડા ગામની કરજણ નદીમાં માછલાં પકડવા ગયેલ એક વ્યક્તિનું પાણીમાં તણાઇ જતા મોત નિપજ્યું હતું. પાનુડા ગામના રહીશ સુરેશભાઈ મગરિયાભાઈ વસાવા ઉંમર વર્ષ 40 નાઓ તારીખ 14 સપ્ટેમ્બરના રોજ બપોરે માછલી પકડવા કરજણ નદીમાં ગયા હતા. જ્યા નદીના પાણીમાં તણાઈ ગયા હતાં. જેમની ગામ લોકો દ્વારા શોધખોળ કરતા તારીખ 15 ના રોજ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
દેડિયાપાડામાં ભારે વરસાદ થતાં નદીઓ ગાંડીતૂર
પાનુડા ગામેં કરજણ નદીમાં માછલાં પકડવા ગયેલા વ્યક્તિ તણાઇ જતા મોત.
સંબંધિત સમાચાર
મહારાષ્ટ્રનાં ઘાઘબારીમાં ભારે વરસાદથી સાપુતારા–નાસિક માર્ગ બીજા દિવસે બંધ:- એસ.ટી. બસ સેવા ઠપ્પ
જિલ્લા કલેકટરશ્રી ગંગાસિંઘની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ
કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં બેઠક: છ ગામોના અસરગ્રસ્તોના પુનઃવસવાટ અને વળતર અંગે ચર્ચા