કારોડા બ્રહ્મભટ્ટ સમાજની કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના નવિન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કારોડા ગામે તા.૧૪-૧૫/૧૨/૨૦૨૪ ના રોજ યોજાયો, આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં કારોડા બ્રહ્મભટ્ટ સમાજના ભાઈઓ અને બહેનોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો.આ સમગ્ર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ગામમાં રહેતા તથા બહારગામ રહેતા ભાઈઓ અને બહેનો દ્વારા કરવામાં આવ્યું, ગામના વડીલો, ભાઈઓ અને યુવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવી આ મહોત્સવને યાદગાર બનાવવામાં આવ્યો, પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ મંદિર પરિસરમાં ભવાઈના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આખા કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી સમગ્ર કારોડા બ્રહ્મભટ્ટ સમાજને સાથે રાખી પ્રસંગ ને રંગેચંગે ભવ્ય રીતે ઉજવવામાં ખૂબ જ જહેમત અને મહેનત કરી સફળ બનાવનાર ભાઈ શ્રી કિશનભાઈ બ્રહ્મભટ્ટ તથા ગૌરવભાઈ બ્રહ્મભટ્ટનું સમાજના આગેવાનો દ્વારા શાલ ઓઢાડી સન્માનીત કરાયા હતા.
કારોડા બ્રહ્મભટ્ટ સમાજની કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના નવિન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
કારોડા બ્રહ્મભટ્ટ સમાજ ની કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી ના નવિન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કારોડા ગામે તા.૧૪-૧૫/૧૨/૨૦૨૪ ના રોજ યોજાયો
સંબંધિત સમાચાર
મહારાષ્ટ્રનાં ઘાઘબારીમાં ભારે વરસાદથી સાપુતારા–નાસિક માર્ગ બીજા દિવસે બંધ:- એસ.ટી. બસ સેવા ઠપ્પ
જિલ્લા કલેકટરશ્રી ગંગાસિંઘની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ
કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં બેઠક: છ ગામોના અસરગ્રસ્તોના પુનઃવસવાટ અને વળતર અંગે ચર્ચા