મુખ્ય સામગ્રી પર જાઓ

વસ્ત્રાપુર લેક ખાતે બુક રીડિંગ સેશનમાં થયેલા વિવાદ અને અત્યાચાર વિરુદ્ધ આપ દ્વારા સંધ્યા આરતી

વસ્ત્રાપુર લેક ખાતે બુક રીડિંગ સેશનમાં યુવાનો, Gen-Z અને જાગૃત નાગરિકો પર થયેલા કથિત અત્યાચાર અને હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે હનુમાન દાદાની સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ 'આપ'ના પ્રદેશ સંગઠન મંત્રી ડો. કરન બારોટે જણાવ્યું છે.

વસ્ત્રાપુર લેક ખાતે બુક રીડિંગ સેશનમાં થયેલા વિવાદ અને અત્યાચાર વિરુદ્ધ આપ દ્વારા સંધ્યા આરતી

અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા અને સંગઠન મંત્રી ડો. કરન બારોટે જણાવ્યુ હતું કે, અમદાવાદના વસ્ત્રાપુર લેક ખાતે બુક રીડિંગ સેશનમાં જે પણ ઘટના ઘટી છે, તે સમગ્ર ગુજરાત માટે શરમજનક ઘટના છે. આજે જ્યારે યુવાનો, જેન-જી (Gen-Z) અને જાગૃત નાગરિકો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરે છે, તે પણ એટલા માટે કે આપણી બંધારણીય લોકશાહી આપણને બોલવાની, પૂછવાની અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની શક્તિ, હક અને અધિકાર આપે છે.તમે કોઈ વસ્તુ સાથે અસહમત હોય તો તમે ડિબેટ કરી શકો છો, પૂછી શકો છો. પરંતુ ત્યાં જઈને તમે દંડા અને લાકડીઓ વડે એમને મારો, એ કેટલા પ્રમાણમાં યોગ્ય છે? આજે જ્યારે વિરોધ પક્ષના નેતાઓ કોઈ પણ જગ્યાએ આંદોલન કરતા હોય કે પ્રોટેસ્ટ (વિરોધ) કરતા હોય, તો પોલીસની ચાર-ચાર ગાડીઓ આવે છે અને દસ-પંદર મિનિટમાં તો આખો એરિયા સાફ કરી દેવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં એમના ઉપર એફ.આઈ.આર. (FIR) થઈ જાય છે. પરંતુ જ્યારે આવી ઘટના ઘટે છે અને આ યુવાનોને મારવામાં આવે છે, છતાં પણ જે મારવાવાળા છે એમને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં નથી આવતા.આજે ગુજરાતમાં સરકાર એક તરફ યુવાસંવાદ કરી રહી છે, જેન-જી સંવાદ કરી રહી છે અને બીજી તરફ આજે યુવાનો પર, જેન-જી પર દંડા મારવામાં આવે છે; પરંતુ કોઈ બોલવા માટે તૈયાર નથી. પરંતુ હવે ગુજરાતના યુવાનો જાગૃત થયા છે. જેવી રીતે જંતર મંતર પર થયું હતું, હવે જો યુવાનો કે જેન-જી પર આવી ફરીથી કોઈ ઘટના ઘટશે તો મને લાગે છે કે સરકારે તૈયાર રહેવું જોઈએ, કારણ કે તમામ યુવાનો રસ્તા પર ઉતરી જશે.

ડો.કરન બારોટે વધુમાં જણાવ્યુ હતુ કે આજે જ્યારે વિરોધ પક્ષના નેતા ચૈતરભાઈ વસાવા ઉપર ગ્લાસ મારવાનો આરોપ લગાવવામાં આવે છે ત્યારે એમના ઉપર એફ.આઈ.આર. થાય છે, અને આ લોકોએ જે હિંસા કરવાની હિંમત કરી છે એમના ઉપર જે એફ.આઈ.આર. થાય છે, એ બંને વચ્ચે શું તફાવત છે, તે સરકારે જાતે તપાસવું જોઈએ.આજે અમને ગર્વ છે કે જ્યારે આ યુવાનોને પોલીસ સ્ટેશન લઈ ગયા, ત્યારે આ તમામ યુવાનોને જે લીગલ હેલ્પની જરૂર હતી, તે રાતે બે વાગ્યા સુધી આમ આદમી પાર્ટીની ટીમે પૂરી પાડી છે. ઓમભાઈ કોટવાલ, પ્રણવભાઈ ઠક્કર અને દિવ્યેશભાઈ આ તમામ લોકોએ યુવાનોને લીગલ હેલ્પ આપવાનું કામ કર્યું છે. તમામ યુવાનોને જે હેલ્પની જરૂર હતી, તે રાતે આમ આદમી પાર્ટીએ પૂરી પાડી છે.આજે આ જે તમામ ઘટના ઘટી, તેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે હનુમાન દાદાની સંધ્યા આરતી કરી પ્રાર્થના કરવામાં આવશે કે ભગવાન સૌને સદબુદ્ધિ આપે. એટલા માટે કે આજે વિરોધ કરવો એ દરેક નાગરિકનો હક અને અધિકાર છે, તેના માટે દંડા કે લાકડીઓ ન મારવી જોઈએ. એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા હનુમાન દાદાને પ્રાર્થના કરવામાં આવશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ગુજરાત ડો. કરન બારોટ Gen-Z વસ્ત્રાપુર લેક

સંબંધિત સમાચાર