ગુજરાત
3738 लेख
ચક્રવાત બીપરજોય સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી પસાર થશે, પાકિસ્તાનના કરાચીમાં લેન્ડફોલ કરશે, તોફાનની ઝડપ 150 KM સુધી રહેશે
હવામાન વિભાગ ચક્રવાત બીપરજોયને લઈને સતત અપડેટ આપી રહ્યું છે. IMDના નવીનતમ અપડેટ્સ અનુસાર, ચક્રવાત 15મીએ બપોરે કચ્છના માંડવીથી કરાચી વચ્ચેની ભારત-પાકિસ્તાન સરહદ પર ત્રાટકશે. ચાલો જાણીએ કે હવામાન વિભાગ દ્વારા અન્ય શું માહિતી આપવામાં આવી.
જીટીયુ અને ઈન્ફોસીસ વચ્ચે ઈમર્જિંગ ટેક્નોલોજી ક્ષેત્રના 12000 કોર્સ અંતર્ગત એમઓયુ કરાયા
ગ્લોબલાઈઝેશન કારણે આંત્રપ્રિન્યોર્સ અને પ્રોફેશનલ્સ માટે સ્કિલ આધારીત અનેક તકો ઉપસ્થિત થયેલ છે. આ એમઓયુ થકી વિદ્યાર્થીઓની સ્કિલમાં વધારો થશે. જે આત્મનિર્ભરભારત અભિયાનને વેગ પૂરો પાડશે.
આંગણવાડીમાં ૨૯ અને બાલવાટિકામાં ૩૨ બાળકો મળી કુલ ૬૧ બાળકોને શાળામાં પ્રવેશ કરાવાયો
સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૩ના પ્રારંભે આજે રાજ્યના રમતો, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવશ્રી અશ્વિનિ કુમાર દેડીયાપાડા તાલુકાના ઘાટોલી ગામની પ્રાથમિક શાળામાં ભૂલકાંઓને શાળામાં પ્રવેશ અપાવવા માટે આવી પહોંચતા શાળાના બાળકો દ્વારા કુમ કુમ તિલક કરી સમગ્ર શાળા પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
રાજ્ય સરકારના સાહસ ગરવી ગુર્જરી એમ્પોરિયમના રિબ્રાન્ડિંગ અને રિપોઝિશનીંગ પ્રોજેક્ટમાં IIMના પાંચ યુવાઓ સહયોગ કરશે
ગુજરાત સરકારના સાહસ ગરવી ગુર્જરી એમ્પોરિયમને રિબ્રાન્‍ડ અને રિપોઝિશનીંગ પ્રોજેક્ટમાં ભારતની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થા IIMના પાંચ યુવાઓનો સહયોગ મળતો થશે.
UPSC પરીક્ષામાં સફળતા મેળવેલા ગુજરાતના ૧૬ યુવાઓને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરાયા
નવ યુવાનોને પદ-પૈસો કે પ્રતિષ્ઠા કરતા જન સેવાના દાયિત્વને કારકિર્દીમાં અહેમિયત આપવા મુખ્યમંત્રીએ પ્રેરણા આપી
હું એક પક્ષનો સૈનિક છું, સૈનિકને એનો રોલ નક્કી કરવાનો નથી હોતો, સેનાપતિએ નક્કી કરવાનું હોય છે : શક્તિસિંહ ગોહિલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજરોજ પત્રકારો સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે હું એક પક્ષનો સૈનિક છું, સૈનિક ને એનો રોલ નક્કી કરવાનો નથી હોતો, સેનાપતિએ નક્કી કરવાનું હોય છે, ઘણા બધા વિચાર મંથન પછી મને આ જવાબદારી સોંપવામાં આવી છે, પક્ષના તમામ નેતાઓએ દિલ થી મને સમર્થન આપ્યું છે તે બદલ નેતાઓ , કાર્યકર્તાઓ અને તમામ ગુજરાતીઓનો આભાર માનું છું, હવે રાષ્ટ્રીય સ્તરે અને ગુજરાતમાં પણ કામ કરવાનું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પાલનપુર ખાતેથી રાજ્યના 21 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ
સમાજના નાનામાં નાના માનવી, નગરો-ગામોમાં વસતા લોકોને ઇઝ ઓફ લિવિંગ આપવા વડાપ્રધાનશ્રીએ કરેલા સંકલ્પને સાકાર કર્યો, મોટા શહેરો જેવી આવી અદ્યતન સુવિધા અને સિટીઝન સેન્ટ્રીક સર્વિસીસ નાના નગરોને પણ મળે તેવા જનહિત ભાવથી નગરપાલિકાઓમાં સિટી સિવીક સેન્ટર-નાગરિક સુવિધા કેન્દ્રો ઊભા કરાયા છે.
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના ગુજરાતની ‘વ્હાઈટ કોટ’ મહિલા વોરિયર્સને પ્રોત્સાહિત કરી રહી છે
રાજ્યની 15,425 મહિલા ડોક્ટરોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે ગુજરાત સરકારે રૂ.436 કરોડનો ખર્ચ કર્યો છે, MKKN હેઠળ રાજ્ય સરકારે વધુ ₹140 કરોડનું બજેટ ફાળવ્યું છે
રાજ્યમાં ૫૧ સ્થળો એ ૫૫૦૦૦થી વધુ પોલીસ જવાનોને અપાશે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ: હર્ષ સંઘવી
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સુરતના ઉમરા પોલીસ સ્ટેશન તેમજ રાજયમંત્રી મંડળના સભ્યો સહિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠનના મહાનુભાવો વિવિધ સ્થળે રહેશે ઉપસ્થિત
ચક્રવાત 'બિપરજોય': ભારતીય કોસ્ટ ગાર્ડે માછીમારોને કિનારે રહેવા વિનંતી કરી
ભારતીય કોસ્ટ ગાર્ડે તીવ્ર બની રહેલા 'બિપરજોય' ચક્રવાતને પગલે માછીમારો અને નાવિકોને મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. આ ગંભીર હવામાન ઘટના પર નવીનતમ અપડેટ્સ સાથે અપડેટ રહો.
ગુજરાતમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ, પોરબંદરમાંથી 5 શકમંદોની ધરપકડ, લવ જેહાદ માટે 16-18 વર્ષના છોકરાઓને તૈયાર કરતો હતો
ગુજરાતની ATSની ટિમ દ્વારા પોરબંદરમાં મોટું ઓપરેશન હાથ ધરાયું છે. ATSએ ISIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને પોરબંદરમાંથી એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી. બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસની કમાન મળી, દીપક બાવરિયાને આ બે રાજ્યોના પ્રભારી બનાવવામાં આવ્યા
ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ: શક્તિસિંહ ગોહિલની કોંગ્રેસના ગુજરાત એકમના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સમીક્ષા કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
‘બીપોરજોય’ વાવાઝોડાની સંભવિત અસર સામે જિલ્લા તંત્રવાહકો ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચથી તૈયાર
એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતા એકમોને ત્યાં રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, જનઆરોગ્ય સાથે ચેડા કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતા એકમો/વ્યક્તિઓને ત્યાં રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડી ‘સ્કર્વી’ રોગમાં વપરાતા SCORBINT-C INJECTIONના રિલેબલીંગના કૃત્યમાં સંડોવાયેલા તેજેન્‍દ્ર મહેશભાઇ ઠક્કર તેમજ પુજારા સ્વપનીલ મહેશભાઇ સામે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય તકેદારી આયુક્તના અધ્યક્ષ સ્થાને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પડતર કેસો અંગે સમીક્ષા બેઠક યોજાઈ
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તકેદારી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને લોકોજાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે
૧૨મી જૂને કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવના ૨૦માં તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૨મી જૂને કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવના ૨૦માં તબક્કાનો કરાવશે રાજ્યવ્યાપી શુભારંભ
અમદાવાદ-મેંગલુરુ વિશેષ ટ્રેનને ડૉ.કિરીટ સોલંકી દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી
પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પરથી તારીખ 09 જૂન 2023ના રોજ માનનીય સાંસદ ડૉ. કિરીટ પી. સોલંકી દ્વારા માનનીય મેયર અમદાવાદ શ્રી કિરીટ પરમાર અને માનનીય ધારાસભ્ય શ્રી દિનેશ સિંહ કુશવાહ, માનનીય ધારાસભ્ય શ્રી કૌશિક જૈન અને અન્ય મહાનુભાવોની ભવ્ય ઉપસ્થિતિમાં ટ્રેન નંબર 09424/09423 અમદાવાદ-મેંગલુરુ-અમદાવાદ સમર સ્પેશ્યલ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી.
વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગ સંબંધિત સેમિનાર યોજાયો
જુવેનાઇલ ફિશિંગથી થતી અસર અને દરિયાઈ પ્રદૂષણ વિશે વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા અપાયું માર્ગદર્શન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં તાંતીવેલા ગ્રામ પંચાયત ભવનનું થયું લોકાર્પણ,ગીર સોમનાથમાં વરસાદની આગાહીના સંદર્ભે ખેતપેદાશની નુકસાની નિવારવા માટે પગલાં લેવા સૂચનો
આદિજાતિના ૧૪ જિલ્લામાં ધો.૧ થી ૮માં અભ્યાસ કરતાં ૮,૭૨૪ શાળાઓના ૭.૬૪ લાખ વિદ્યાર્થીઓને રૂા. ૧૧,૨૬૬ લાખના ખર્ચે ‘દૂધ સંજીવની’ યોજનાનો લાભ
આદિજાતિ બાળકોના વિકાસ માટે સરકાર સંકલ્પબદ્ધ, આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૨-૨૩ સુધીમાં કુલ રૂા.૭૬૯ કરોડથી વધુના ખર્ચે કુલ ૭૪.૭૧ લાખ આદિજાતિ બાળકોને લાભ અપાયો
ગૌરવ પુરસ્કાર માટે લલિતકલા અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ તેમજ ૨૦૨૨-૨૩ માટે કલાકારોના નામોની ભલામણો મંગાવાઈ
કલાકારના નામોની ભલામણ જરૂરી સાધનિક પૂરવા સાથે આગામી તા. ૧૦મી જુલાઈ સુધીમાં મોકલવાની રહેશે