ગુજરાત
3738 लेख
દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ વડોદરામાં રોજગાર મેળો યોજાયો
મધ્ય ગુજરાતના ૧૦ જિલ્લામાંથી આશરે ૧૨૫ જેટલા કુલ લાભાર્થીમાંથી વડોદરાના ૩૬ લાભાર્થીઓએ પણ લાભ મેળવ્યો, લાભાર્થીઓએ રૂ. ૭૫૦૦ થી ૧૧,૦૦૦ સુધીના પગારની નોકરી મેળવી
વડોદરા જિલ્લાના પી.એમ. કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોએ તા.૩૦ જૂન સુધી ફરજિયાત “E-KYC” કરાવી લેવું
પી.એમ. કિસાન યોજના અંતર્ગત ઈ-કેવાયસીની કામગીરી થઈ રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ કેન્દ્ર સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. હજુ પણ જિલ્લાના કુલ ૨૩,૭૨૧ લાભાર્થી ખેડૂતો દ્રારા ઈ-કેવાયસી કરાવેલ નથી. હાલ આ યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવવા ખેડૂતોએ ફરજિયાત “E- KYC” અને આધાર કાર્ડ સાથે બેંક ખાતાને લિન્ક કરાવેલ હોવું અનિવાર્ય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ ખાતે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કર્યુ
જાહેર-સરકારી અસ્ક્યામતોને પોતીકી ગણી તેની સાચવણી કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિથી નાનામાં નાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો, ગ્લોબલ વોર્મિગના સમયમાં પર્યાવરણની જાળવણી માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ : ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ મંડળ પર 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉત્સાહપૂર્વક ઉજવણી
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં 21.06.2023ના રોજ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મળેલી માર્ગદર્શિકા મુજબ કોમ્યુનિટી હોલ સાબરમતી, પરેડ ગ્રાઉન્ડ સરસપુર, ડીઝલ શેડ સાબરમતી, રેલ્વે હોસ્પિટલ ગાંધીધામ અને રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ગાંધીધામ ખાતે સવારે 06.45 થી 08.00 સુધી યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.
“એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” થીમ પર જીટીયુ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા કેળવવા માટે યોગ એ‌ક સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. સમગ્ર વિશ્વ દ્વારા યોગાભ્યાસને સ્વિકારવામાં આવેલ છે -પ્રો. ડૉ. પંકજરાય પટેલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયો ૯મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસર બન્યું યોગમય: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયો ૯મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ૪૦૦ કરતા વધુ યોગસાધકોએ યોગસાધના કરી
જિલ્લા કક્ષાના કાર્યક્રમને સમાંતર તાલુકા અને નગરપાલિકા કક્ષાએ તથા શાળા - કોલેજોમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી
દેડીયાપાડાની ઇનરેકા સંસ્થા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા કક્ષાના ૯મા વિશ્વ યોગ દિવસની 'વસુધૈવ કુટુંબકમ માટે યોગ'ની થીમ સાથે કરાયેલી ઉજવણી
વિશ્વ યોગ દિવસે ગાંધીનગર બન્યું 'યોગમય'
સ્વર્ણિમ પાર્ક ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ૯ મા 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરાઇ, ગાંધીનગર શહેરના ઈતિહાસમાં પ્રથમવાર વિવિધ ૨૭ સ્થળે અંદાજે ૫૦,૦૦૦ નગરજનો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા તે સૌ માટે પ્રેરણારૂપ - મેયર હિતેશભાઈ મકવાણા
મહેસાણા જિલ્લામાં “વસુધૈવ કુટુમ્બકમ” ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ની થીમ પર યોગ દિવસની ઉજવણી કરાઇ
યોગ એ સંસ્કૃત શબ્દ છે.પ્રાચીન શારીરિક, માનસિક અને આદ્યાત્મિક પ્રણાલી એટલે કે યોગ.દર વર્ષે ૨૧ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ તા. ૨૧મી જૂન, ૨૦૨૨ના રોજ નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
ગુજરાત વિધાનસભા સંકુલમાં પ્રથમવાર વિશ્વ યોગ દિવસની ઉજવણી
વિશ્વભરમાં આજે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશભરમાં વિવિધ સ્થળોએ યોગ ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ધારાસભ્યો, નાગરિકો અને વિધાનસભાના સ્ટાફે યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.
ગાંધીનગર રાજભવનમાં પશ્ચિમ બંગાળના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
પશ્ચિમ બંગાળ રાજ્યના સ્થાપના દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બંગાળીઓને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં શાંતિ, એકતા અને ભાઈચારો જળવાઈ રહે અને કવિવર રવિન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને રાજા રામમોહનરાય જેવી પ્રતિભાઓ પુનઃ પેદા થાય એવી કામના કરું છું.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શું સંદેશ આપ્યો?
યોગ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને આત્માની શાંતિનું અનુપમ સમાધાન, સંતુલિત ખાન-પાન અને નિયમિત દિનચર્યા જ ઉત્તમ સ્વાસ્થ્યનો આધાર છે : રાજ્યપાલ
હરે કૃષ્ણ મંદિરમાં અષાઢી બીજના પ્રસંગે થયેલ ભવ્ય રથ યાત્રાની ઉજવણી
આષાઢી સુદ બીજના પ્રસંગે, તા. 20 જૂન 2023, મંગળવારના રોજ, હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ભગવાન શ્રી શ્રી રાધા માધવની ભવ્ય રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મંદિર દ્વારા આ રથ યાત્રા છેલ્લા 9 વર્ષોથી આયોજન કરવામાં આવે છે.
અમિત શાહે આજે અમદાવાદમાં ક્રેડાઈ ગાર્ડન-પીપલ્સ પાર્કનું ઉદ્ઘાટન કર્યું
અમિત શાહે જગન્નાથ રથયાત્રાના શુભ અવસર પર અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં હાજરી આપી અને મહાપ્રભુના આશીર્વાદ લીધા, શ્રી જગન્નાથ રથયાત્રા એ શ્રદ્ધા અને ભક્તિનો અલૌકિક મેળાવડો છે, દર વર્ષે અહીં ભગવાનના દર્શનનો અનુભવ દિવ્ય અને અવિસ્મરણીય હોય છે, મહાપ્રભુ સૌને આશીર્વાદ આપે : ગૃહમંત્રી
ગીર સોમનાથનાં વડોદરા ઝાલા ખાતે ત્રણ દિવસનો 'યોગ શિક્ષણ' કેમ્પ યોજાયો
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય' થીમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી, જિલ્લાના કુલ ૧૭૧ શિક્ષકોએ કર્યા વિવિધ યોગ અભ્યાસ.
વડોદરામાં સતત ૧૦ માં વર્ષે ભગવાન જગન્નાથની અનોખી સ્માર્ટ રોબો રથયાત્રા નીકળી
લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય તે મુખ્ય હેતુ, સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરીને ઊર્જા બચત કરવાની સાથે રથની રચના કરી
વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને સબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા
નર્મદા જિલ્લામાં ૯ માં “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં માન. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યમંત્...
18 ગજરાજ..101 ટ્રક..30 અખાડા..ભગવાન જગન્નાથની રથયાત્રા સંતો-ભક્તો સાથે નીકળશે, 65 હજાર કિલો પ્રસાદનું વિતરણ કરાશે
ફરી એકવાર રથયાત્રા અષાઢી બીજ એટલે કે અષાઢ મહિનાની દુજના દિવસે નીકળશે. આ વખતે 146મી રથયાત્રાની તૈયારીઓ એક મહિના અગાઉથી શરૂ થઈ ગઈ છે, જે અમદાવાદથી નીકળતી ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની યાત્રા પછી દેશની બીજી સૌથી મોટી રથયાત્રા છે. આવો જાણીએ કેવું છે તેનું ભવ્ય સ્વરૂપ?
બિપોરજોય ચક્રવાત માટે ગુજરાત સરકારે કરેલા આગોતરા આયોજનથી કેઝ્યુલીટી ‘ઝીરો’: ઋષિકેશભાઇ પટેલ
અસરગ્રસ્ત નાગરિકોને રૂ.૧,૨૩,૮૨,૨૪૦ જેટલી કેશડોલ્સ ચૂકવાઈ, હજુ પણ ચૂકવણી કામગીરી પ્રગતિમાં, અસરગ્રસ્ત જિલ્લાઓના ૬૪૮૬ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો; ૫૭૫૩ ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરાઈ, પ્રભાવિત જિલ્લાઓના ૫૩ હજાર હેક્ટર બાગાયત પાક વિસ્તારમાં ૧૪,૮૮૭ જેટલા ફળપાક ઝાડ ઢળી પડ્યા હોવાનો પ્રાથમિક અંદાજ, જેટકો અને ડીસ્ટ્રીબ્યુશન કંપનીઓના વીજ માળખાને અંદાજીત રૂ. 783 કરોડનું નુકશાન
મગફળીના પાકમાં સફેદ ધૈણનો ઉપદ્રવ અટકાવવા ખેતી નિયામક દ્વારા માર્ગદર્શિકા જાહેર
ચાલુ ચોમાસું સીઝનમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં અગત્યનાં ખેતી પાક-મગફળીમાં ધૈણ નામની જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે મહદ અંશે જોવા મળતો હોય છે.વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૧૮૦૧૫૫૧ ઉપર સંપર્ક કરવો