ગુજરાત
3744 लेख
અમુલ ડેરીના ડાયરેક્ટર જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણ આજે તેમના ટેકેદારો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા
સુપ્રસિદ્ધ અમુલ ડેરીના ડાયરેક્ટર શ્રી જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી છોડીને આજે તેમના ટેકેદારો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ છે. છેલ્લી બે ટર્મથી સતત અમુલમાં ડાયરેક્ટર તરીકે ચુંટાઈને આવતા શ્રી જુવાનસિંહ ચૌહાણે તેમના ટેકેદારો સાથે આજરોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષમાં રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને જોડાયા હતા.
યુનિસેફ અને એલિક્સિર ગુજરાતમાં સકારાત્મક પેરેન્ટિંગ પ્રેક્ટિસ અને કૌશલ્યો વિશે જાગૃતિ વધારવા માટે મલ્ટિ-સ્ટેકહોલ્ડર પ્લેટફોર્મ સ્થાપવામાં મદદ કરશે
UNICEF, Elixir, PIB અને એકેડેમી ઓફ પિડીયાટ્રીક્સ ઇન ગુજરાતમાં માતાપિતાને તેમના બાળકોની સંભાળ રાખવા માટે યોગ્ય સમર્થન, માહિતી અને કૌશલ્ય પ્રદાન કરવા માટે જે તંદુરસ્ત વિકાસને પ્રોત્સાહન આપશે અને બાળકોને તેમની સંપૂર્ણ ક્ષમતાનો અહેસાસ કરવામાં મદદ કરશે
૩ જી જુલાઈ "આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ"
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાગરિકોને પ્લાસ્ટિક વિરૂદ્ઘ જનઆંદોલન છેડવાનું આહવાનની સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક ૫ર પ્રતિબંધ લગાવવાની કવાયત હાથ ધરી છે
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું: છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં સરેરાશ એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૨ ટકા: કચ્છ ઝોનમાં સૌથી વધુ ૮૭.૪૪ ટકા અને સૌથી ઓછો વરસાદ પૂર્વ ગુજરાત ઝોનમાં ૨૦.૪૦ ટકા, જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
8 મહિનાથી મહિલાના અંડરગાર્મેન્ટ્સ ચોરાઈ રહ્યા હતા, ચોરને પકડવા કરવામાં આવ્યું સ્ટિંગ
જ્યારે પણ કોઈ મહિલા તેના કપડા સૂકવવા માટે મૂકતી ત્યારે તેના અન્ડરગાર્મેન્ટ્સ ચોરાઈ જતા. આખરે 8 મહિનાથી અન્ડરગાર્મેન્ટ કોણ ચોરી રહ્યું છે? મહિલાએ જાતે જ આ તપાસ શરૂ કરી અને એક દિવસ ચોરને રંગે હાથે પકડી લીધો.
જીટીયુ SAST દ્વારા બાયોટેક્નોલોજી વિષય ઉપર ત્રિ-દિવસીય નેશનલ વર્કશોપ યોજાયો
વિવિધ રાજ્યોના 35થી વધુ વિદ્યાર્થીઓએ વર્કશોપમાં ભાગ લઈને DNA , RTPCR , RNA અને બાયો ઈન્ફોર્મેટીક્સનું જ્ઞાન મેળવ્યુ, ફોરેન્સિક સાયન્સ , મેડિકલ અને બાયો ઈન્ફોર્મેટીક્સ આ તમામ ક્ષેત્રે બાયોટેક્નોલોજી વર્તમાન સમયની જરૂરીયાત છે. આ પ્રકારના વર્કશોપથી વિદ્યાર્થીઓ ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત ટેક્નોલોજીથી સતત અવગત રહે છે.
ગુજરાતમાં મુશળધાર વરસાદ આફત બન્યો, છેલ્લા બે દિવસમાં નવ લોકોના મોત થયા
હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે શનિવારે વિવિધ જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડી શકે છે અને રવિવાર અને સોમવારે પણ ભારે વરસાદનો સમયગાળો ચાલુ રહેશે.
જીસીએસ હોસ્પિટલ દ્વારા એક્સસલેન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં નિ:શુલ્ક મેડિકલ કેમ્પ
તમામ રોગોનું સમયસર નિદાન થાય તેમજ યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા એક્સસલેન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ, હંસપુરા ખાતે નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
૫૧ શક્તિપીઠ પૈકીના પાવગઢ ખાતે આવેલા શ્રી મહાકાળી માતાજી મંદિરના સર્વાંગી વિકાસ માટે રૂ.૧૨૧ કરોડ ખર્ચાશે
વડીલો સહિત ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરવામાં સરળતા રહે તે માટે સરકાર દ્વારા રોપ- વે એક્સ્ટેશનની કામગીરી મંદિર પરિસર સુઘી કરાશે, પાવગઢ ખાતે ૫ હજાર કરતા વઘુ ભક્તો જમી શકે તે માટે ભવ્યાતિભવ્ય ભોજનાલયનું નિર્માણ કરાશે, ચાંપાનેર ખાતે ૨- પાર્કિંગ, રસ્તાની કામગીરી, ફોર્ટનું લાઇટીંગ- ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી રૂપિયા ૪૦ કરોડથી વઘુના ખર્ચે કરાશે
AACA દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન, લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અને AGMનો કાર્યક્રમ યોજાયો
અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન, સીનીયર મેમ્બર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તથા AGMનો કાર્યક્મ આયોજીત થયો.
પોષણ અભિયાન અંતર્ગત કન્વર્ઝન તથા જિલ્લા કક્ષા મોનીટરિંગ અને રિવ્યુ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ
એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત કન્વર્ઝન તથા જિલ્લા કક્ષા મોનીટરિંગ અને રિવ્યુ કમિટી (DLMRC) દ્વારા થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજાઈ.
નવસારી અને વલસાડ જીલ્લામાં તા.૨૮ થી તા.૩૦ જૂન દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના
ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફનો ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર, તમામ ટીમો એલર્ટ મોડ પર
૮ મહાનગરપાલિકાઓ-૧ર નગરપાલિકાઓમાં ૬૭૪ કરોડ રૂપિયાના કુલ પ૯૪ કામો મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આઉટગ્રોથ વિસ્તારમાં વસતા નાગરિકોને રસ્તા-પાણી-સ્ટ્રીટ લાઇટ-ડ્રેનેજની પ્રાથમિક જરૂરિયાતની સુવિધાના કામોનો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો તરીકે સમાવેશ કરાયો છે.
ઊંઝા ખાતે ૨ લાખથી વધુની કિંમતનો ૩,૬૮૦ કિ.ગ્રામ. બનાવટી જીરુંનો જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા ઊંઝા ખાતે રૂ.૨.૧૪ લાખથી વધુની કિંમતનો ૩,૬૮૦ કિ.ગ્રામ. બનાવટી જીરુંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
૨૦ નવનિયુક્ત મદદનીશ પ્રાધ્યાપક(વર્ગ-૨)ને ગાંધીનગર ખાતે હુકમ પત્ર એનાયત કરાયા
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મદદનીશ પ્રાધ્યાપક ઉમેદવારોને હુકમ પત્ર એનાયત
G20નું U20 એંગેજમેન્ટ ગ્રુપ અમદાવાદમાં 2 દિવસની મેયરલ સમિટનું આયોજન કરશે
અમદાવાદ શહેર 7-8 જુલાઈ, 2023ના રોજ અર્બન 20 (U20) મેયરલ સમિટની યજમાની કરવા માટે તૈયાર છે. આ મેયરલ સમિટમાં G20 દેશોના ઘણા શહેરના નેતાઓ અને મેયરોને એક સાથે લાવવાની અપેક્ષા છે. આ સમિટમાં વિવિધ શહેરોનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિનિધિઓ, જ્ઞાન ભાગીદારો, ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને ભારત સરકાર અને રાજ્ય સરકારના મહાનુભાવો પણ હાજરી આપશે.
અમદાવાદીઓએ ઉનાળામાં મન મૂકીને રસાયણમુક્ત કેસર કેરીનો આનંદ માણ્યો
પ્રાકૃતિક રીતે પકવેલી પ્રખ્યાત કેસર કેરી સીધી ગ્રાહકોને વેચતા ખેડૂતોની આવકમાં ૩૦ થી ૩૫ ટકા જેટલો વધારો
રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો,કલાકાર-કસબીઓને ૨૭મી જૂનના રોજ પારિતોષિક એનાયત કરાશે
ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ:૨૦૨૩, શ્રેષ્ઠ નિર્માતા,શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ ચલચિત્ર,તેમજ શ્રેષ્ઠ કલાકાર સહિતની વિવિધ ૪૬ કેટેગરીમાં આશરે ૧૮૧ ચલચિત્ર પારિતોષિક નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે એનાયત થશે
બાળકોનું રસીકરણ એ સશક્ત અને તંદુરસ્ત ભારતના પાયાનું મજબૂતીકરણ– ઋષિકેશ પટેલ
ઘોરણ ૫ અને ૧૦ મા અભ્યાસ કરતા રાજ્યના ૨૩ લાખ વિદ્યાર્થીઓનું દોઢ મહિનામાં રસીકરણ કરવામાં આવશે, RBSK ટીમ દ્વારા ૫૧,૬૬૭ શાળાઓમાં અંદાજીત ૨૩ લાખ વિદ્યાર્થીઓનું રસીકરણ કરાશે
CID ક્રાઇમની ખાસ ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
૩૦ બાળકો, ૧૫ મહિલાઓ અને ૭ વડીલો સહિત ૭૨ લોકોનું તેમના પરિવાર સાથે મિલન કરાવવા બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહિલા અને બાળ મિત્રની 'સ્પેશ્યલ -૫૬' ટીમને અભિનંદન પાઠવ્યા