મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

અંબુજા સિમેન્ટ્સે પ્રાયોગિક શિક્ષણને પ્રોત્સાહન આપવા STEM લેબનું ઉદ્ઘાટન કર્યું

અંબુજા સિમેન્ટ્સે CSR અંતર્ગત ચંદ્રપુરની ઉપ્પરવાહી જિલ્લા પરિષદ પ્રાથમિક શાળામાં STEM લેબ અને સિમેન્ટ કોંક્રીટ રોડનું ઉદ્ઘાટન કર્યું. વિદ્યાર્થીઓએ નવીન મોડેલ્સ રજૂ કરી પ્રભાવિત કર્યા – શાળાએ ‘માઝી શાળા’માં પ્રથમ સ્થાન જીતી ₹11 લાખનું ઇનામ મેળવ્યું. વિગતો જુઓ.

અંબુજા સિમેન્ટ્સે પ્રાયોગિક શિક્ષણને પ્રોત્સાહન આપવા STEM લેબનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ : વિવિધ ક્ષેત્રે કામગીરી ધરાવતાં અદાણી પોર્ટફોલિયોનો હિસ્સો અને વિશ્વમાં બિલ્ડિંગ મટીરિયલ્સ સોલ્યુશન્સ ઉપલબ્ધ બનાવતી 9મી સૌથી મોટી કંપની અંબુજા સિમેન્ટ્સે, તેની CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) પહેલ અંતર્ગત ચંદ્રપુરના ઉપ્પરવાહીમાં આવેલી જિલ્લા પરિષદ પ્રાથમિક શાળામાં STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) લેબનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ બ્લોક એજ્યુકેશન ઓફિસર શ્રી કલ્યાણ જોગદાન, શાળા અને પંચાયતના પ્રતિનિધિઓ અને અંબુજા સિમેન્ટ્સના સ્ટાફની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓએ નવી સ્થાપિત STEM લેબમાં તૈયાર કરેલા વિવિધ મોડેલ્સનું નિદર્શન કર્યું હતું, જે પ્રાયોગિક શિક્ષણ અને વૈજ્ઞાનિક જિજ્ઞાસા દર્શાવતા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલાં વિવિધ પ્રેઝન્ટેશનથી મુખ્ય અતિથિ પ્રભાવિત થયા હતાં. અતિથિઓએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી, તેમના પ્રયત્નોની પ્રશંસા કરી, તેમને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતાં અને પ્રોત્સાહન રૂપે ચોકલેટનું વિતરણ કર્યું હતું.

શિક્ષણ ક્ષેત્રે અંબુજા સિમેન્ટ્સની સતત સીએસઆર સહાયને કારણે શાળાને રાજ્ય સ્તરે ઓળખ હાંસલ કરવાનું લક્ષ્ય રાખવા પ્રોત્સાહન મળ્યું છે. રાજ્ય સરકારની 'માઝી શાળા' ઝુંબેશમાં પ્રથમ સ્થાન હાંસલ કરીને શાળાનું વહીવટ તંત્રએ ₹11 લાખનું ઇનામ પણ જીત્યું છે.

ઉપ્પરવાહી અને આસપાસના વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ મજબૂત બનાવવા અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અંબુજા સિમેન્ટ્સના સતત સહયોગની બ્લોક એજ્યુકેશન ઓફિસર દ્વારા નોંધ લઈ તેની પ્રશંસા કરાઈ હતી. આ કાર્યક્રમમાં એક સંવાદ સત્ર પણ યોજાયું હતું જેમાં વિદ્યાર્થીની કુમારી નિશા કાનરકરે મુખ્ય અતિથિનો ઇન્ટરવ્યુ લીધો હતો, જેનો તેમણે ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતો. STEM લેબની સાથે, એક સિમેન્ટ કોંક્રીટ રોડનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે સ્થાનિક માળખાગત સુવિધાઓમાં સુધારો કરશે.

fashion

સંબંધિત સમાચાર

travel