અમદાવાદ / ગાંધીનગર | આમ આદમી પાર્ટીના નેતા અને ૮૨ વિધાનસભા સીટના પ્રભારી રૂઘાભાઈ આંબલીયાએ ખેડૂતોના પ્રશ્ને ભારે અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ૩૫ વર્ષથી સતત ભાજપ સરકારનું શાસન છે, આ વર્ષે ગુજરાતમાં અમુક વિસ્તારમાં ઓછો વરસાદ થવા છતાં સરકાર દ્વારા દુષ્કાળની જાગેરાત કરવામાં આવતી નથી, તો બીજી તરફ મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોએ દુષ્કાળની જાહેરાત કરી દીધી છે. પરંતુ એવું લાગે છે કે ગુજરાતની ભાજપ સરકારને ખેડૂતો ગમતા જ નથી, જેથી જ અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતના ખેડૂતો સાથે સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ વર્ષે વરસાદ ન થવાના કારણે પશુઓ માટે ઘાસચારાની ભારે તંગી ઊભી થઈ છે, ખેડૂતો પર બિયારણનો મોટો આર્થિક માર પડ્યો છે અને ખેડૂત પરિવારો માટે રોજીરોટી કમાવવી અને જીવન ગુજારવું ખૂબ જ અઘરું બની ગયું છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં રહેતી આમ જનતા માટે રોજગારીની અછત અને ગામડાઓમાં પીવાના પાણીની વિકટ મહામારી સર્જાયેલી છે. રૂઘાભાઈ આંબલીયાએ સરકારશ્રીને વિનંતી કરી છે કે જો ખેડૂતો પ્રત્યે થોડી પણ દયા હોય તો તાત્કાલિક ધોરણે આ વર્ષને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને પૂરતો ન્યાય આપવામાં આવે, નહીંતર આવનારા સમયમાં આ ખેડૂતો ભાજપને ક્યારેય માફ નહીં કરે.
આમ આદમી પાર્ટી ગુજરાત