મુખ્ય સામગ્રી પર જાઓ

સરકારે આપેલી સહાય સંતોષકારક નથી, પણ ખેડૂતો માટે કંઈક તો મળ્યું તે બદલ આપ નેતૃત્વ અને કાર્યકર્તાઓને અભિનંદન : પ્રવીણ રામ AAP

આખરે સરકાર દ્વારા જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ એમ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. હજુ પણ સરકારે જે કંઈ આપ્યું છે તે સંતોષકારક નથી, પરંતુ આમ છતાં ઈસુદાનભાઈના પ્રયાસોથી ખેડૂતો માટે થોડું ઘણું પણ મેળવવામાં સફળતા મળી છે, જે બદલ હું ઈસુદાનભાઈને, સમગ્ર ગુજરાતના ખેડૂતોને અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું.

સરકારે આપેલી સહાય સંતોષકારક નથી, પણ ખેડૂતો માટે કંઈક તો મળ્યું તે બદલ આપ નેતૃત્વ અને કાર્યકર્તાઓને અભિનંદન : પ્રવીણ રામ AAP

અમદાવાદ / જૂનાગઢ / ગાંધીનગર | આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે ઘણા સમયથી માનનીય ઈસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવા માટેની લડાઈ લડી રહી હતી, જેમાં ઈસુદાનભાઈએ ખેડૂતો માટે કાર્યક્રમ આપીને સતત અવાજ ઉઠાવ્યો હતો. આખરે સરકાર દ્વારા જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ એમ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. હજુ પણ સરકારે જે કંઈ આપ્યું છે તે સંતોષકારક નથી, પરંતુ આમ છતાં ઈસુદાનભાઈના પ્રયાસોથી ખેડૂતો માટે થોડું ઘણું પણ મેળવવામાં સફળતા મળી છે, જે બદલ હું ઈસુદાનભાઈને, સમગ્ર ગુજરાતના ખેડૂતોને અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું.

જોકે સરકારે જે જાહેરાત કરી છે કે પ્રતિ હેક્ટર ૮,૦૦૦ કે ૮,૫૦૦ રૂપિયા અને તે પણ બે હેક્ટરની મર્યાદામાં, તો આ કોઈ સહાય ન કહેવાય પરંતુ આ માત્ર એક લોલીપોપ છે, કારણ કે બે હેક્ટરની મર્યાદામાં એક ખેડૂતને માંડ ૧૫,૦૦૦ થી ૧૬,০০০-૧૭,૦૦૦ જેવા જ રૂપિયા મળે છે અને એટલા ઓછા પૈસામાં તો ખેડૂતના બિયારણના પૈસા પણ ન થાય, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર જ્યારે આવી પરિસ્થિતિ કે મોસમી વરસાદની આપત્તિ સર્જાય ત્યારે પ્રતિ હેક્ટર ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપે છે, જ્યારે આપણી અહીની ભાજપ સરકાર ખેડૂતોની દયનીય અને ખરાબ પરિસ્થિતિમાં માત્ર આવી મજાક સમાન જાહેરાતો કરી રહી છે. આથી સંતોષકારક ન હોવા છતાં આ મુદ્દાઓને લઈને અમે ઈસુદાનભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ સતત અવાજ ઉઠાવતા રહેશું અને આવનારા દિવસોમાં પણ ખેડૂતો માટે લડતા રહેશું.

Tags: આમ આદમી પાર્ટી કિસાન મોરચા અધ્યક્ષ પ્રવીણ રામ

સંબંધિત સમાચાર