મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ અને સાઉથ ઈન્ડિયન બેંકે વ્યૂહાત્મક ભાગીદારી કરી

આ ભાગીદારી બેંકના ગ્રાહકોને બજાજ આલિયાન્ઝ લાઇફની અનન્ય પ્રોડક્ટ્સ સાથે તેમના લાંબા ગાળાના નાણાંકીય લક્ષ્યોને પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે.   પ્રોડક્ટ્સમાં ટર્મ, સેવિંગ્સ, રિટાર્યમેન્ટ અને ઈન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે.

બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ અને સાઉથ ઈન્ડિયન બેંકે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભારતની અગ્રણી ખાનગી લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ અને ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક સાઉથ ઈન્ડિયન બેંકે આજે તેમની વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. બંનેએ કોચીમાં કોર્પોરેટ એજન્સી એરેન્જમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા સાઉથ ઈન્ડિયન બેંકના ગ્રાહકો હવે બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સની વેલ્યુ-પેક્ડ પ્રોડક્ટ્સમાં બેંકની દેશની 942 બ્રાન્ચમાં રોકાણ કરીને તેમના લાંબા ગાળાના જીવન લક્ષ્યોને પૂર્ણ કરી શકે છે.

સાઉથ ઈન્ડિયન બેંકના સીજીએમ અને કન્ટ્રી હેડ – રિટેલ બેંકિંગ વિભાગ શ્રી સંચય કુમાર સિંહાએ  બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ ભાગીદારી વિશે  બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સના ચીફ ડિસ્ટ્રીબ્યુશન ઓફિસર – ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસ શ્રી ધીરજ સેહગલે જણાવ્યું હતું કે, “બજાજ આલિયાન્ઝ લાઇફ અને સાઉથ ઈન્ડિયન બેંક મજબૂત નાણાંકીય પોર્ટફોલિયો સાથે ગ્રાહકોને સશક્ત બનાવવાના સમાન લક્ષ્યો ધરાવે છે. આ ભાગીદારી અમને અમારી સંયુક્ત પહોંચનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવશે અને ગ્રાહકોને એક જ છત નીચે રોકાણ અને જોખમ ઘટાડવાની પ્રોડક્ટ્સ પ્રદાન કરશે. અમે સાઉથ ઈન્ડિયન બેંકના લીડર્સ અને ટીમો સાથે તેમને જોઈતો તમામ સપોર્ટ પૂરો પાડવા માટે સાથે મળીને કામ કરવા માંગીએ છીએ જેથી ગ્રાહકો જ્યારે તેમના નાણાંકીય ધ્યેયો પૂરા કરવા માટે બજાજ આલિયાન્ઝ લાઈફની પ્રોડક્ટ્સ ખરીદે ત્યારે તેમને શ્રેષ્ઠ અનુભવ મળે તે સુનિશ્ચિત થઈ શકે.”

સાઉથ ઈન્ડિયન બેંકના સીજીએમ અને કન્ટ્રી હેડ – રિટેલ બેંકિંગ વિભાગ શ્રી સંચય કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે “અમે બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ, જે લાઇફ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં એક વિશ્વસનીય નામ છે અને અમારા ટચપોઈન્ટ્સ થકી વિવિધ પ્રકારના લાઇફ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરી પાડે છે. આ જોડાણ દ્વારા, અમે વ્યાપક ઇન્શ્યોરન્સ કવરેજને બધા માટે સરળતાથી સુલભ બનાવીને નાણાંકીય સમાવેશ માટે અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. અમે માનીએ છીએ કે આ ભાગીદારી અમારા ગ્રાહકોને તેમના નાણાંકીય ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત રીતે રોકાણ કરવા માટે સશક્ત બનાવશે.”

વિવિધ પ્રકારની વ્યાપક પ્રોડક્ટ્સ ઉપરાંત, બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ સાઉથ ઈન્ડિયન બેંકના ગ્રાહકોને સરળ અનુભવની ખાતરી કરવા માટે વિવિધ સર્વિસીઝ પણ પૂરી પાડશે. વોટ્સએપ કસ્ટમર સર્વિસથી માંડીને ઇન્શ્યોરરની સમર્પિત એપ લાઇફઆસિસ્ટ, 10થી વધુ ભાષાઓમાં વેબસાઇટ, કોલ સેન્ટર અને અન્ય સાથે બજાજ આલિયાન્ઝ લાઇફની ટેક-સક્ષમ સર્વિસીઝ તમામ ગ્રાહકોને આનંદદાયક અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. વધુમાં, ઇન્શ્યોરરની નવી-યુગની ટેક્નોલોજી બેંકના ટેક એન્વાર્યમેન્ટ સાથે ઈન્ટિગ્રેટ કરશે જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે બંને ટીમો ગ્રાહકને શ્રેષ્ઠ પ્રદાન કરવા માટે સશક્ત છે.

fashion

સંબંધિત સમાચાર

travel