મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

બેંક ઓફ બરોડાએ વિદ્યાર્થીઓને બોબ BRO સેવિંગ્સ એકાઉન્ટ પ્રસ્તુત કરીને વિદ્યાર્થીઓને સક્ષમ બનાવ્યાં

ભારતની અગ્રણી સરકારી બેંકો પૈકીની એક બેંક ઓફ બરોડા (બેંક)એ બોબ BRO સેવિંગ્સ એકાઉન્ટ પ્રસ્તુત કર્યું છે – જે ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ છે. આ એકાઉન્ટ 16થી 25 વર્ષની વયજૂથનાં વિદ્યાર્થીઓ માટે ખાસ બનાવવામાં આવ્યું છે. બોબ BRO સેવિંગ્સ એકાઉન્ટ વિદ્યાર્થીઓને બેંકિંગ પ્રોગ્રામની સુલભતા પ્રદાન કરે છે, 

બેંક ઓફ બરોડાએ વિદ્યાર્થીઓને બોબ BRO સેવિંગ્સ એકાઉન્ટ પ્રસ્તુત કરીને વિદ્યાર્થીઓને સક્ષમ બનાવ્યાં

મુંબઈ : ભારતની અગ્રણી સરકારી બેંકો પૈકીની એક બેંક ઓફ બરોડા (બેંક)એ બોબ BRO સેવિંગ્સ એકાઉન્ટ પ્રસ્તુત કર્યું છે – જે ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ છે. આ એકાઉન્ટ 16થી 25 વર્ષની વયજૂથનાં વિદ્યાર્થીઓ માટે ખાસ બનાવવામાં આવ્યું છે. બોબ BRO સેવિંગ્સ એકાઉન્ટ વિદ્યાર્થીઓને બેંકિંગ પ્રોગ્રામની સુલભતા પ્રદાન કરે છે, જે તેમની ચોક્કસ જરૂરિયાતો પૂર્ણ કરવા કસ્ટમાઇઝ કરેલું છે તથા તેનું સંચાલન કરવું સરળ અને સીધું છે, જેમાં લઘુતમ બેલેન્સ રાખવાની જરૂર છે. તેમાં આજીવન પૂરક ડેબિટ કાર્ડ અને અન્ય અનેક ફાયદા મળે છે.

બેંક ઓફ બરોડાના રિટેલ લાયાબિલિટીઝ અને એનઆરઆઈ બિઝનેસના ચીફ જનરલ મેનેજર શ્રી રવિન્દ્ર સિંહ નેગીએ કહ્યું હતું કે, “આજના યુવાનો સલામતી અને સેવા સાથે તેમની બેંક પાસેથી વધારે શ્રેષ્ઠ, વધારે વ્યક્તિગત અને લાભદાયક અનુભવ મેળવવા આતુર છે. બોબ BRO સેવિંગ્સ એકાઉન્ટ પુખ્ત યુવાનોને તેમની જરૂરિયાત અનુસાર બનાવેલા ઉત્પાદન સાથે બેંકિંગની દુનિયામાં લઈ જશે, જે તેમની ચોક્કસ બેંકિંગ જરૂરિયાતો પૂરી પાડશે અને તેમને સૌથી વધુ ઉપયોગી સુવિધાઓ અને ફાયદાઓ પ્રસ્તત કરશે. બોબ BRO બેંકિંગને સરળ બનાવે છે, તેમને બચતલક્ષી અને સરળતાપૂર્વક નાણાકીય સ્વતંત્ર સફર શરૂ કરવા સક્ષમ બનાવે છે.”

બેંક ઓફ બરોડાનાં માર્કેટિંગ અને બ્રાન્ડિંગના હેડ શ્રી વી જી સેન્થિલકુમારે કહ્યું હતું કે, “ઝડપથી પરિવર્તનશીલ પૃષ્ઠભૂમિમાં બેંક ઓફ બરોડાએ નવી પેઢીના ગ્રાહકો માટે પ્રસ્તુત અને અર્થસભર કે ઉપયોગી રહેવા માટે સતત પરિવર્તન કરવાનો અભિગમ અપનાવ્યો છે. અમે પેઢી દર પેઢી સંબંધોને કાયમી બનાવવા લાંબા ગાળાનો અભિગમ ધરાવીએ છીએ. મૂડી ઇન્ડિગો સાથે અમારું જોડાણ આ ફિલોસોફી સાથે સુસંગત છે.”

fashion

સંબંધિત સમાચાર

travel