નવી દિલ્હી : બાટા ઇન્ડિયાએ “બાટા પ્રાઇઝ પ્રોમીસ” લોંચ કરીને ફુટવેર ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જેનાથી દેશભરના ગ્રાહકો પહેલેથી જ જીએસટી બચતનો તાત્કાલિક લાભ લઇ શકશે. આ પગલાં સાથે હવે બાટાના દરેક ગ્રાહક સત્તાવાર ધોરણે લાગુ થતાં પહેલાં જ રૂ. 1,000થી ઓછી કિંમતના તમામ ફુટવેર ઉપર સરકારના અપેક્ષિત જીએસટી ઘટાડાનો લાભ લઇ શકે છે.
“બાટા પ્રાઇઝ પ્રોમીસ” સુનિશ્ચિત કરે છે કે દેશભરમાં તાત્કાલિક બચત ઉપલબ્ધ બનશે, જેથી ગ્રાહકો સંતોષ અને ઉત્સાહ સાથે તહેવારોની સિઝનની ઉજવણી કરી શકે. ખરીદદારો કિંમતોમાં પહેલેથી જ 7 ટકાનું ડિસ્કાઉન્ટ મેળવશે, જે ગ્રાહક-કેન્દ્રિતતામાં બાટાને અન્ય બ્રાન્ડથી અલગ રજૂ કરે છે.
બાટા ઇન્ડિયાના એમડી અને સીઇઓ ગુંજન શાહે કહ્યું હતું કે, “બાટા ખાતે અમારી પ્રાથમિકતા ફેશન અને આરામ દરેક ગ્રાહક માટે ઉપલબ્ધ કરાવવાની છે. પસંદગીના ફુટવેર ઉપર જીએસટીને એકીકૃત કરતાં અમે સુનિશ્ચિત કરીએ છીએ કે તહેવારની ખરીદી વહેલી શરૂ થાય, તે વધુ વાજબની રહે અને અમારા ગ્રાહકોની ખુશીમાં વધારો થાય. આ પહેલ અમારા ગ્રાહકો સાથે ઉઝવણી કરવાની સાથે-સાથે મૂલ્ય પ્રદાન કરવાની અમારી નિરંતર કટીબદ્ધતા દર્શાવે છે.”
સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડો કરાયો હોવાથી બાટા તમામ બાટા સ્ટોર્સમાં તાત્કાલિક ડિસ્કાઉન્ટ દ્વારા ગ્રાહકોને લાભ આપી રહ્યું છે. આ કેમ્પેઇન એવા ખરીદદારોના વાસ્તવિક અનુભવોની ઉજવણી કરે છે કે જેઓ પહેલાથી જ આ ઉત્સવની બચતનો લાભ લઈ રહ્યા છે. આ પહેલ બાટાની મૂલ્ય અને આનંદ પ્રદાન કરવાની મજબૂત કટીબદ્ધતા દર્શાવે છે. ભારતની સૌથી વિશ્વસનીય ફૂટવેર બ્રાન્ડ બાટા સાથે હવે ઉજવણી કરવાનો સમય છે.
બાટા ઇન્ડિયાએ ખરીદદારોને તાત્કાલિક બચત આપતાં બાટા પ્રાઇઝ પ્રોમીસ રજૂ કર્યું
બાટા ઇન્ડિયાએ “બાટા પ્રાઇઝ પ્રોમીસ” લોંચ કરીને ફુટવેર ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જેનાથી દેશભરના ગ્રાહકો પહેલેથી જ જીએસટી બચતનો તાત્કાલિક લાભ લઇ શકશે. આ પગલાં સાથે હવે બાટાના દરેક ગ્રાહક સત્તાવાર ધોરણે લાગુ થતાં પહેલાં જ રૂ. 1,000થી ઓછી કિંમતના તમામ ફુટવેર ઉપર સરકારના અપેક્ષિત જીએસટી ઘટાડાનો લાભ લઇ શકે છે.
સંબંધિત સમાચાર
શિવપુરીમાં ગારમેન્ટ સ્કિલ સેન્ટરથી ગ્રામ્ય મહિલાઓને રોજગારનો નવો માર્ગ
GST પ્રભાવથી India Inc આવક વૃદ્ધિ, ભૂ-રાજકીય જોખમથી માર્જિન પર દબાણ
પેટીએમ પેમેન્ટ્સ બેંકનો ખેલ ખતમ: RBIએ લાયસન્સ રદ કર્યું, જાણો હવે તમારા પૈસાનું શું થશે?


