અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર આવેલા ચુકાદા મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાતના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે આદિવાસી સમાજના હીરો ચૈતર વસાવાને આજે ઈડી પાર્ટીએ પોતાના તંત્રની મદદથી સાત વર્ષની સજા સંભળાવી છે.
ઈડી પાર્ટીને આ ખોટી સમજ છે કે આ દેશમાં દરેક વ્યક્તિ વેચાઈ જાય છે, દરેક વ્યક્તિ ડરે છે. ચૈતર વસાવા એક ફાઈટર છે, જે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે અને પોતાની મહેનત અને સંઘર્ષથી અહીં સુધી પહોંચ્યા છે. તેઓ ડરવાના નથી.
આ બધી બાબતો, આ બધી સાજિશો, બધું ઉપરવાળો જોઈ રહ્યો છે. ઈડી પાર્ટીનો હવે ગુજરાતમાં અંત આવવાનો છે અને તેની શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર ગુજરાતનો એક એક આદિવાસી ભારતીય જનતા પાર્ટી અને ઈડી પાર્ટીને આવતી ચૂંટણીમાં હરાવશે. એક પણ મત ઈડી પાર્ટી અથવા ભારતીય જનતા પાર્ટીને નહીં મળે.
આમ આદમી પાર્ટી ગુજરાત