મુખ્ય સામગ્રી પર જાઓ

"ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી સજા અપાવી": AAP મહામંત્રી મનોજ સોરઠીયાનું નિવેદન

ધારાસભ્ય ચૈતર વસાવાને મળેલી 7 વર્ષની સજા પર મનોજ સોરઠીયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા. શું છે AAP ની આગળની રણનીતિ? સંપૂર્ણ અહેવાલ વાંચો.

"ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી સજા અપાવી": AAP મહામંત્રી મનોજ સોરઠીયાનું નિવેદન

અમદાવાદ / સુરત / નર્મદા / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ AAP ધારાસભ્ય ચૈતર વસાવા પર આવેલા કોર્ટના ચુકાદા પર વાત કરતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો એક ભણેલો યુવાન, કે જેણે આદિવાસીઓના અધિકારો માટે, આદિવાસી વિસ્તારની અંદર થતા ભ્રષ્ટાચારની સામે અને આદિવાસીઓના વર્ષો જૂના પ્રશ્નો માટે અવાજ ઉઠાવ્યો, સરકારની સામે સંઘર્ષ કર્યો. આદિવાસી વિસ્તારની જનતાએ એ યુવાનને ભરપૂર સમર્થન આપ્યું અને આજે આદિવાસી સમાજમાં એકમાત્ર નેતા તરીકે ઊભરેલા ચૈતરભાઈ વસાવા ભાજપની સામે સતત સંઘર્ષ કરે છે. ભાજપની સામેના સંઘર્ષથી વારંવાર ભાજપે તેમને ઝુકાવવા માટે અનેક ઓફરો કરી. આ છતાં સમાજ માટે, પોતાના વિસ્તાર માટે, પોતાના પૂર્વજોએ આપેલા વારસા માટે લડતા ચૈતર વસાવાએ ભાજપની સામે ઝુકવાનું પસંદ ન કર્યું. આજે એટલા માટે ચૈતરભાઈ વસાવાને માત્ર ઉપજાવી કાઢેલા કેસમાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. ધારાસભ્ય તરીકે તેઓ પોતાના વિસ્તારના લોકોના પ્રતિનિધિ છે, આદિવાસી સમાજના પ્રતિનિધિ છે, પણ ભારતીય જનતા પાર્ટીએ સમાજને ઝુકાવવા માટે અને બીજો કોઈ ચૈતર વસાવા ઊભો ન થાય એના માટે આજે ચૈતર વસાવા ઉપર ખોટો કેસ કરી અને એમને સજા આપી છે. અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે. અમે ઉપર સુધી જઈશું, તમામ કોર્ટના દરવાજા ખટખટાવીશું અને ન્યાય મેળવીને રહીશું. સત્ય જે છે એ છેલ્લે જીતે જ છે, સત્યની હંમેશા જીત થાય છે.

’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતુ કે એક વાત ચોક્કસપણે ગુજરાતના લોકો અને આદિવાસી સમાજ સમક્ષ આવી છે કે વિપક્ષમાં રહીને અવાજ ઉઠાવનારા અને સત્તા સામે બોલનારા લોકોને દબાવવા, પરાજિત કરવા અને રાજકીય રીતે ખતમ કરવા માટે ભાજપ સતત પ્રયાસ કરતી રહી છે. એની પાસે કોઈ નીતિ નથી. સમાજનું ભલું થાય, લોકોનું ભલું થાય, ભ્રષ્ટાચારમુક્ત વિકાસ થાય એવું કોઈ કામ ભાજપ કરતી નથી, પણ ભાજપનું કામ માત્ર ને માત્ર એ છે કે વિપક્ષની અંદર બેઠેલા, સામે બોલતા અને સમાજ માટે કામ કરતા લોકોને કોઈપણ ભોગે બેસાડવાનું કામ જે છે, એ ભાજપની એકમાત્ર નીતિ રહી છે. ગુજરાતની જનતાને વિનંતી કરવી છે કે હવે જાગો. આ લોકતંત્રને ખતમ કરવાની ભારતીય જનતા પાર્ટીની ગુલામી વધારે સહન ન કરાય. હવે જાગવું જોઈએ. આ તમામ જે સત્તા ભાજપને આપણે આપી છે, તે સત્તાનો એ દુરુપયોગ કરે છે. કરોડો રૂપિયાના ગોટાળા કરનાર લોકો આજે ભાજપમાં બેઠા છે. ગુજરાતને લૂંટનાર લોકો આજે ભાજપમાં બેઠા છે, પણ એના વિરોધમાં કાર્યવાહી નહીં થાય. સામાન્ય માણસનો અવાજ ઉઠાવનારા, સામાન્ય માણસ માટે કામ કરનારા વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પ્રથા ભાજપે બનાવી છે. ગુજરાત માટે ખતરારૂપ એવા લોકો સામે હવે જાગો, નહીં તો ગુજરાતને બરબાદ કરી દેશે, ગુજરાતને લૂંટી લેશે. આવા લોકોની સામે હવે જાગવું જોઈએ. આપણે સૌ સાથે મળીને ભાઈ ચૈતર વસાવાની સાથે રહીએ, ચૈતર વસાવાને સમર્થન આપીએ, એમનો ઉત્સાહ વધારવાનું કામ કરીએ. 

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ગુજરાત આદિવાસી સમાજ ગુજરાત ચૈતર વસાવા કેસ ગુજરાત રાજકારણ સમાચાર મનોજ સોરઠીયા AAP. ભાજપ સરકાર ટીકા ભાજપ રાજકીય દ્વેષ ગુજરાતમાં લોકતંત્ર ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા મનોજ સોરઠીયા નિવેદન

સંબંધિત સમાચાર