બિઝનેસ પર્ફોર્મન્સ હાઇલાઇટ્સ
30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં 9.62 કરોડથી વધુ ડીમેટ એકાઉન્ટ્સ નોંધાયા છે, જેમાં નાણાકીય વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટરમાં અંદાજે 80 લાખ ડીમેટ એકાઉન્ટ્સનો ઉમેરો થયો છે.
તેની તુલનામાં નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ક્વાર્ટરમાં 52 લાખ ડીમેટ એકાઉન્ટ્સ તથા નાણાકીય વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટરમાં 48 લાખ ડીમેટ એકાઉન્ટ્સ ખૂલ્યાં હતાં.
એવોર્ડ્સ અને સ્વિકૃતિ
સીડીએસએલે ઓક્ટોબર, 2023માં ડિજિટલ અમલીકરણમાં ઉત્કૃષ્ટતા બદલ ટેક સર્કલ ‘બિઝનેસ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ’ જીત્યો છે
સીડીએસએલે મે 2023માં ગ્લોબલ કસ્ટોડિયન દ્વારા આયોજિત કસ્ટોડિયન ઇનોગ્રલ લીડર્સ ઇન કસ્ટડી એશિયો એવોર્ડ્સ દરમિયાન ‘ડિજિટલ એન્ડ માર્કેટ લીડરશીપ’ એવોર્ડમાં ઇનોવેશન એવોર્ડ જીત્યો છે
મેનેજમેન્ટની પ્રતિક્રિયા
એમડી અને સીઇઓ શ્રી નેહલ વોરાએ કહ્યું હતું કે, “અમે અમારા 25માં વર્ષની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને વિશ્વાસને સ્થાપિત કરવાના અમારા નિરંતર પ્રયાસોના પરિણામ સ્વરૂપે સારા નાણાકીય પરિણામો જોવા મળી રહ્યાં છે તથા આ ક્વાર્ટરમાં રોકાણકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
ડિજિટલ યુગમાં કે જ્યાં વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ છે ત્યારે અમે અમારા હીતધારકો માટે વિશ્વસનીયતા અને કટીબદ્ધતા સુનિશ્ચિત કરવામાં અગ્રેસર છીએ. અમે આ સફરને આગળ ધપાવવા તથા ભારતમાં ફાઇનાન્સિયલ લેન્ડસ્કેપના ભાવિને આકાર આપવાની દિશામાં યોગદાન આપવા સજ્જ છીએ.”


