એશિયાની પ્રથમ અને એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડે (“સીડીએસએલ”), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (આઈઆઈએમ-એ) ખાતે ‘સીડીએસએલ નીંવ @ 25 - ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાઝ #AtmanirbharNiveshak’નું આયોજન કર્યું હતું.
આ પહેલ, સીડીએસએલના 25મા વર્ષની ઊજવણીના ભાગરૂપે, નાણાંકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા અને રોકાણકારોને મૂડીબજારમાં તેમના રોકાણોને અનુલક્ષીને જાણકાર નિર્ણયો લેવા માટે સશક્તિકરણ પર કેન્દ્રિત છે. શૈક્ષણિક સંસાધનો અને સાધનોની શ્રેણી ઓફર કરીને, સીડીએસએલ રોકાણકારોને મૂડી બજારોની જટિલતાઓને પાર કરીને આત્મવિશ્વાસ સાથે
આગળ વધવા અને #AtmanirbharNiveshak બનવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્ય પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે.


