ડાઈકિન ઈન્ડસ્ટ્રીઝ લિ. જાપાનના પ્રેસિડન્ટ અને સીઈઓ શ્રી મસાનોરી તોગાવા, ડીઆઈએલ-જાપાનના સિનિયર એક્ઝિક્યુટીવ ઓફિસર શ્રી યાસુશી યામાદા, ઈન્વેસ્ટ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રીમતી નિવૃતિ રાય અને IDSAના એમપી-ડિરેક્ટર જનરલ શ્રી સુજન ચિનોય અને જાપાનમાં ભૂતપૂર્વ ભારતીય રાજદૂતે ડાઇકિન ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કંવલજીત જાવાની હાજરીમાં આ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ વ્યૂહાત્મક પગલું અગ્રેસર ટેક્નોલોજી, ટકાઉ પ્રથાઓ અને સ્થાનિક વિકાસને પ્રોત્સાહન આપવાની ડાઇકિનની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
75.5 એકરમાં ફેલાયેલો નવો પ્લાન્ટ ઈનોવેશન અને કુશળતા પ્રત્યે ડાઇકિનની પ્રતિબદ્ધતાને પુનઃવ્યાખ્યાયિત કરે છે. ભારતમાં ઉત્પાદિત અત્યાધુનિક એર કન્ડીશનીંગ ઉત્પાદનોની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી માંગને પહોંચી વળવા વ્યૂહાત્મક રીતે સ્થાપિત કરવામાં આવ્યો છે.
ડાઇકિન એ એર-કંડિશનિંગ કેટેગરીમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) પ્રોગ્રામમાં મુખ્ય રોકાણકાર છે, જે સરકાર દ્વારા એર કંડિશનરના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે અમલમાં મૂકવામાં આવ્યું છે.


