મુખ્ય સામગ્રી પર જાઓ

ડેડીયાપાડામાં AAPની મહત્વની બેઠક: મનોજ સોરઠીયાએ ભાજપ પર આદિવાસી વિરોધી હોવાનો લગાવ્યો આરોપ

ડેડીયાપાડા ખાતે મનોજ સોરઠીયાની આગેવાનીમાં AAPની બેઠક યોજાઈ. ચૈતર વસાવાની જેલવાસ અને આદિવાસી અધિકારો પર ચર્ચા કરવામાં આવી.

ડેડીયાપાડામાં AAPની મહત્વની બેઠક: મનોજ સોરઠીયાએ ભાજપ પર આદિવાસી વિરોધી હોવાનો લગાવ્યો આરોપ

અમદાવાદ : આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની સાથે સાથે નર્મદા જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અંજના વસાવા, તાલુકા અને જિલ્લા સ્તરના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, જનહિતના મુદ્દાઓને લઈને આગામી કાર્યક્રમો તથા પાર્ટીની આગળની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ચૈતરભાઈ જે લડાઈ લડી રહ્યા છે એ કોઈ સામાન્ય લડાઈ નથી. કાગળ પર પોલીસે જે ગુનો લખ્યો છે ચૈતર વસાવાનો એ ગુનો નથી પરંતુ ચૈતર વસાવાનો ગુનો છે કે તેમણે સરકારને ચેલેન્જ કરી, સરકારે આદિવાસી સમાજના અધિકારો પર જે તરાપ મારી છે એ તરાપની વિરોધમાં લડત લડ્યા એ ચૈતર વસાવાનો ગુનો છે, તેમણે આદિવાસી સમાજને એક કરવાનું કામ કર્યું, આદિવાસી સમાજના અધિકારો માટે કામ કર્યું, ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું કામ કર્યું અને એટલા માટે જ આજે તેઓને જેલમાં મોકલવામાં આવ્યા છે.  ષડયંત્ર રચીને ચૈતર વસાવાને જેલમાં નાખવાનું કામ કરવામાં આવ્યું છે. એ વાત તરીકે માનવી પડશે કે ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવાની જે શરૂઆત કરી છે એ ચૈતરભાઈ વસાવાએ કરી છે. ચૈતર વસાવા જેલની બહાર આવે બસ એટલી જ રાહ જોવાઈ રહી છે, હાલ ગુજરાતના એક એક લોકો ચૈતર વસાવાની સાથે છે. આદિવાસી સમાજના મસીહા અને આદિવાસી લોકો માટે અવાજ ઉઠાવતા ચૈતરભાઈ વસાવાને જેલમાં પૂરીને ભાજપે પોતાની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરી છે અને આદિવાસી સમાજનું અપમાન કર્યું છે.

વધુમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ચૈતરભાઈ ડેડીયાપાડા વિધાનસભા પરથી ચૂંટાયા છે ત્યારથી ભાજપ તેમને દબાવવાની કોશિશ કરી રહી છે, વારંવાર ચૈતર ભાઈને જેલમાં નાખવાનું કામ કરવામાં આવ્યું. ચૈતરભાઈએ 16 જેટલી તાલુકા પંચાયત અને નર્મદા જિલ્લા પંચાયત ભાજપ પાસેથી ઝુંટવી લેવાનું કામ કર્યું. આજે ગુજરાતમાં ભાજપ માટે જો સૌથી ખતરનાક કોઈ વ્યક્તિ હોય તો તે ચૈતર વસાવા છે.  સત્તામાં બેસેલા લોકો પોતાની સત્તા બચાવી રાખવા માટે અનેક પ્રયત્નો કરશે અને  ષડયંત્ર રચશે. આવા ષડયંત્રની સામે એકજૂટ થઈને લડવું એ આપણા તમામ લોકોની જવાબદારી છે. ચૈતરભાઈ જેલમાં છે પરંતુ આપણે એમને સંદેશ આપવાનો છે કે તમે જેલમાં છો પરંતુ ગુજરાતની જનતાને જગાડવાનું કામ ડેડીયાપાડાની જનતા કરશે, ગુજરાતના યુવાનો કરશે. આગામી સમયમાં આપણે સૌ ચૈતર વસાવા પેદા કરવાનો સંકલ્પ લેવાનો છે. ભાજપ વિકાસના કામ કરીને સત્તામાં નથી ટકી પરંતુ સરકાર સામે ઉઠતા અવાજ નહીં અને વિપક્ષના અવાજને દબાવીને તેઓ સરકારમાં 30 વર્ષ સુધી ટક્યા છે. ભાજપ સરકારને ઉખાડીને ફેંકી દઈએ એ આપણા તમામનું લક્ષ્ય છે. ચૈતરભાઈને ખોટી રીતે સજા કરીને ભાજપે પોતાની કબર ખોદવાનું કામ કર્યું છે.

Tags: ચૈતર વસાવા મનોજ સોરઠીયા AAP GUJARAT આમ આદમી પાર્ટી ગુજરાત AAP સંગઠન બેઠક નર્મદા જિલ્લો રાજકારણ ડેડીયાપાડા સમાચાર આદિવાસી અધિકારોની લડત

સંબંધિત સમાચાર