શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૦૨/૦૭/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સભાગૃહ ખાતે ૫૨ (બાવન) પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું. શ્રી અંધ અભ્યુદય મંડળ અને શ્રી અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ અનાજકીટ વિતરણ શ્રી મહેશભાઈ સી. પાઠક (માનદમંત્રીશ્રી, અંધ ઉદ્યોગ શાળા), શ્રી લાભુભાઈ સોનાણી (પ્રમુખ), શ્રી હસમુખભાઈ ધોરડા (માનદમંત્રી), શ્રી અંકિતાબેન ચૌહાણ (કારોબારી સભ્યશ્રી) વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાનાં પ્રમુખ શ્રી લાભુભાઈ ટી. સોનાણીએ દાતા શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનભાઈ વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝા પરિવારનો અંતરથી આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળનાં મંત્રી શ્રી હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. જ્યારે આભારવિધિ કારોબારી સભ્ય શ્રી અંકિતાબેન ચૌહાણે કરી હતી.
અન્નપૂર્ણા સહાય યોજના હેઠળ ૫૨ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ
શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૦૨/૦૭/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સભાગૃહ ખાતે બાવન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું.
સંબંધિત સમાચાર
GPCB ખાતે ૧૪ સપ્ટેમ્બર સુધી ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણ વર્કશોપનું આયોજન
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ વડોદરા અને નવસારીની મુલાકાતે, રાજ્યને ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
વડાપ્રધાનશ્રીના વડોદરા પ્રવાસ પૂર્વે ૯૫ ગામોમાં સઘન વૃક્ષારોપણ અભિયાન