પ્રશ્ન: ભારતમાં એમેઝોન પ્રાઇમના 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ભારતીય ગ્રાહકો માટે આ કાર્યક્રમ કેવી રીતે વિકસિત થયો?
ભારતમાં એક દાયકા પહેલાં ડિલિવરી-કેન્દ્રિત મેમ્બરશીપ તરીકે પ્રાઇમની શરૂઆત થઈ હતી, પરંતુ તે વિકસીને એક વ્યાપક પ્રોગ્રામ બન્યો છે જે ગ્રાહકના રોજિંદા જીવનના દરેક જેમ કે - ખરીદી, મનોરંજન, બચત અને ગણતરીની મિનિટોમાં અતિ-ઝડપી ડિલિવરી વગેરેને સ્પર્શે છે. પ્રાઇમ કિક દ્વારા શરૂઆત ભારતમાં ખરીદીનો એક નવો યુગ શરૂ કર્યો અને આજે દેશના સૌથી મોટા પેઇડ મેમ્બરશીપ કાર્યક્રમોમાં તેની ગણના થાય છે. અમે 2023ની તુલનામાં અમારા મેમ્બર બેઝને બમણા કરવાની દિશામાં આગળ વધ્યા; અને 70% થી વધુ નવા સભ્યો ટિઅર 2 અને ટિઅર 3 શહેરો અને નગરોમાંથી જોડાયેલા હોવાથી આ વૃદ્ધિ અમારા માટે ખાસ છે. પ્રાઇમ હવે ફક્ત મહાનગરો પૂરતું સીમિત નથી – તે સમગ્ર ભારત માટે બનાવવામાં આવેલો એક પ્રોગ્રામ છે. પ્રાઇમ મેમ્બરો દ્વારા નો-મેમ્બરોની સરખામણીએ પાંચ ગણી વધુ વખત ખરીદી કરવામાં આવે છે અને તેમાંથી લગભગ 50% બચત અને લાભોમાં તેમની મેમ્બરશીપના ખર્ચ કરતાં પાંચ ગણી વધુ રકમ પાછી મેળવે છે. ભારતીયો પ્રાઇમ મેમ્બરો તરીકે વધુ બચત કરે છે!
પ્રશ્ન: પ્રાઇમ ડે 2026 નજીક આવી રહ્યો છે. આ વર્ષે ગ્રાહકો શું અપેક્ષા રાખી શકે છે?
ગ્રાહકો ઘણા પ્રકારે બચત થવાની આશા રાખી શકે છે અને તેમના વિશલિસ્ટ રહેલી ઘણી વસ્તુઓ વધુ સારી કિંમતે મેળવી શકે છે. પ્રાઇમ ડે 2026ની શરૂઆત 4 જુલાઈના રોજ 12:00 વાગ્યાથી થશે અને 6 જુલાઈના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ચાલશે અને ફક્ત પ્રાઇમ મેમ્બરો માટે 72 કલાકની ઉજવણી રહેશે. પ્રાઇમ ડે 2026 અત્યાર સુધીનો સૌથી મોટો પ્રાઇમ ડે હશે, જેમાં છેલ્લા દાયકામાં ઓફર કરવામાં આવેલી સૌથી મોટી ડીલ્સ સામેલ કરવામાં આવી છે. આમાં આસુસ, બોટ, ચેતક, કોલગેટ, કન્ટિનેન્ટલ કોફી, ડ્યૂરોફ્લેક્સ, હિમાલયા, HP, iQOO, લેગો, લેનોવો, મેમી પોકો, વનપ્લસ, રેડમી અને સેમસંગ જેવી અગ્રણી વૈશ્વિક અને ભારતીય બ્રાન્ડ્સ તરફથી 500 થી વધુ નવી પ્રોડક્ટ લોન્ચ પણ સામેલ છે.
10મી વર્ષગાંઠની ઉજવણીના ભાગ રૂપે, અમે ₹999 (₹1,499 થી ઘટાડીને)માં મર્યાદિત સમયગાળાની મેમ્બરશીપ આપી રહ્યા છીએ, સાથે જ SBI અને એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શનોનો ઉપયોગ કરીને ચુકવણી કરવા પર 10% સુધીની બચત પણ આપી રહ્યા છીએ. Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડની મદદથી પ્રાઇમ મેમ્બરોને અમર્યાદિત 5% કૅશબેક મળશે. પહેલી વાર, Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડ અને Amazon Pay Later પર ઝીરો વ્યાજ અને ઝીરો પ્રોસેસિંગ ફી સાથે-સાથે, ઇલેક્ટ્રોનિક્સ અને ઉપકરણોથી લઈને રોજિંદા આવશ્યક ચીજવસ્તુઓ, કરિયાણા અને ઘર અને રસોડાના ઉત્પાદનો સુધીની તમામ કેટેગરીમાં ‘નો કોસ્ટ EMI’ની સુવિધાનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. પ્રાઇમ મેમ્બરો ખરીદી અને મફત અને ઝડપી ડિલિવરી ઉપરાંત, પ્રાઇમ વીડિયો પર વિશિષ્ટ મનોરંજન અને એમેઝોન મ્યૂઝિક પર ખાસ તૈયાર કરાયેલા સંગીત અનુભવોનો આનંદ માણી શકે છે.
પ્રશ્ન: એમેઝોન નાના શહેરો અને નગરોમાં ઝડપી ડિલિવરી કેવી રીતે સુનિશ્ચિત કરી રહ્યું છે?
પ્રાઇમ દ્વારા ભારતીય ઑનલાઇન ગ્રાહકોને ઝડપી ગતિનો પરિચય કરાવ્યો છે અને તે સેવા પ્રાઇમના હાર્દમાં રહેલી છે. ફક્ત 2025માં, સમાન દિવસે અથવા બીજા દિવસે 57 કરોડથી વધુ ઉત્પાદનોની ડિલિવરી કરવામાં આવી હતી – આ આંકડો પાછલા વર્ષ કરતાં લગભગ 40% વધુ છે. અમે ગયા વર્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ₹2,000 કરોડનું રોકાણ કર્યું હતું, જેમાં 17 નવા ફુલફિલમેન્ટ સેન્ટર્સ, 6 સોર્ટેશન સેન્ટર્સ અને 75 લાસ્ટ-માઇલ સ્ટેશન્સ ઉમેર્યા હતા. 2026માં, અમે અમારા ઓપરેશન નેટવર્કનું વધુ વિસ્તરણ કરવા માટે ₹2,800 કરોડનું રોકાણ કરી રહ્યા છીએ. આજે, એમેઝોન ભારતમાં 100% સેવાયોગ્ય પિન કોડ્સ સુધી ડિલિવરી કરે છે, જેમાં 97% પિન કોડ્સમાં બે દિવસમાં ડિલિવરી પ્રાપ્ત થઈ જાય છે. અમે ડિલિવરીની ગતિમાં સુધારો કરવા અને સમગ્ર ભારતમાં અમારા પ્રાઇમ મેમ્બરો માટે વ્યાપક પસંદગી ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ.
પ્રશ્ન: આજે ભારતીય પરિવાર માટે પ્રાઇમ મેમ્બરશિપ શા માટે ખરેખર મૂલ્યવાન કહી શકાય?
પ્રાઇમ, ભારતીય પરિવારના મૂલ્યો એટલે કે ઝડપી અને મફત ડિલિવરી, વિશિષ્ટ બચત અને મૂવીઝ, શો, મ્યૂઝિક અને રમતોમાં સમૃદ્ધ મનોરંજન – આ બધુ જ નિર્બાધ મેમ્બરશીપમાં આપે છે. તેની ખરેખર મોટી તાકાત એ છે કે, આ અનુભવ ક્યારેક નહીં પરંતુ દરરોજ પૂરો પાડવામાં આવે છે અને દરેક ઓર્ડર સાથે સંમિલિત થાય છે. ભલે તે અગાઉથી પ્લાન કરેલી ખરીદી હોય, એમેઝોન નાઉ દ્વારા છેલ્લી ઘડીની જરૂરિયાત માટેની ખરીદી હોય, કે મનોરંજન સાથે આરામની મજા માણવાની, પ્રાઇમ સતત ગણતરીની ક્ષણોમાં ડિલિવરી કરે છે. મહત્વની વાત એ છે કે, આ મૂલ્ય મેટ્રોમાં હોય કે નાના શહેરો - સમગ્ર ભારતમાં લાખો ઘરો માટે દરરોજ ઉચ્ચ-ગુણવત્તાવાળી પસંદગી, સુવિધા અને બચત સુલભ બનાવે છે.
એમેઝોન પ્રાઇમ ડે 2026 — 4 જુલાઈથી 6 જુલાઈ. આજે જ amazon.in/prime પર પ્રાઇમમાં જોડાઓ.