મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ગજા ઓલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે આઇપીઓ માટે કોન્ફિડેન્શિયલ ડીઆરએચપી ફાઇલ કર્યું

ગજા કેપિટલ બ્રાન્ડ હેઠળ કાર્યરત ગજા ઓલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા માટે નિયામકમાં કોન્ફિડેન્શિયલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે.

ગજા ઓલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે આઇપીઓ માટે કોન્ફિડેન્શિયલ ડીઆરએચપી ફાઇલ કર્યું

વર્ષ 2004માં સ્થાપિત કંપની શિક્ષણ, કન્ઝ્યુમર અને નાણાકીય સેવા સહિતના ક્ષેત્રોમાં કાર્યરત કંપનીઓને ગ્રોથ કેપિટલ પ્રદાન કરે છે. જાન્યુઆરી 2025માં કંપની પ્રાઇવેટમાંથી પબ્લિક લિમિટેડ તરીકે તબદીલ થઇ છે અને તેનું નામ ગજા ઓલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ કરાયું છે.આ મહિનામાં કંપનીએ રૂ. 1,625 કરોડના વેલ્યુએશન ઉપર પ્રી-આઇપીઓમાં રૂ. 125 કરોડ ઊભા કર્યાં છે.

આ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ ફંડ મેનેજર્સને મૂડી પ્રદાન કરવાનો છે, જેથી તેઓ નવા ફંડની શરૂઆત કરી શકે તેમજ ભારત અને વિદેશમાં ડિસ્ટ્રિબ્યુશન ક્ષમતા વધારી શકે. તેનો ઉપયોગ નવી ફંડ મેનેજમેન્ટ સ્ટ્રેટેજીમાં વિસ્તરણ માટે પણ કરાશે. આઇપીઓથી કંપનીને લિસ્ટિંગના લાભો પ્રાપ્ત કરવામાં તથા બ્રાન્ડ માટે વધુ વિઝિબિલિટી હાંસલ કરવામાં મદદ મળી રહેશે.

ગજા કેપિટલ ભારતની અગ્રણી પીઈ/ઓલ્ટેરનેટિવ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ પૈકીની એક છે, જે ભારતીય અર્થતંત્રના મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકોને ગ્રોથ કેપિટલ ઉપલબ્ધ કરાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. વર્ષ 20024માં સ્થાપિત ગજા કેપિટલે પોતાને ભારતની પ્રથમ સંસ્થાકીય અને સ્વતંત્ર ખાનગી ઇક્વિટી ફર્મ તરીકે સ્થાપિત કરી છે, જેમાં પ્રદર્શન અને મૂલ્ય નિર્માણનો મજબૂત ટ્રેક રેકોર્ડ છે. ગજા કેપિટલને ઉભરતી ભારતીય કંપનીઓ અને ટોચના સ્તરના વૈશ્વિક અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા પસંદગીના ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. બોર્ડ ઓફ ડિરેક્ટરના વડા યુ.કે. સિંહા (નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન) છે, જેમાં શૈલેષ હરિભક્તિ, પૃથ્વી હલ્દિયા, મનીષ સભરવાલ, અરિંદમ ભટ્ટાચાર્ય અને શિતલ મહેરા સહિત બિન-એક્ઝિક્યુટિવ બોર્ડ સભ્યો છે. એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યોમાં સ્થાપકો ગોપાલ જૈન, રણજીત શાહ અને ઇમરાન જાફરનો સમાવેશ થાય છે. ગજા કેપિટલના કેટલાક રોકાણોમાં ટીમલીઝ, લાઇટહાઉસ લર્નિંગ, આરબીએલ બેંક, જોન ડિસ્ટિલરીઝ, એક્સપ્રેસબીઝ, ઇઆઇ, લીડસ્ક્વેર્ડ અને સિગ્નીનો સમાવેશ થાય છે.

fashion

સંબંધિત સમાચાર

travel