મુખ્ય સામગ્રી પર જાઓ

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે AAP ની કમર કસી: ગોપાલ ઇટાલીયાએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ થયાનું જણાવ્યું

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ની આગામી ચૂંટણી મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પૂરતી તૈયારીઓ સાથે કમર કસી લીધી છે અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે AAP ની કમર કસી: ગોપાલ ઇટાલીયાએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ થયાનું જણાવ્યું

અમદાવાદ / ગાંધીનગર / ગુજરાત : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને ઇતિહાસ ગવાહ છે કે પહેલી વખત જ્યારે આમ આદમી પાર્ટી ગાંધીનગરની કોર્પોરેશનની ચૂંટણીમાં ઉભી હતી ત્યારે ગાંધીનગરના લોકોએ આમ આદમી પાર્ટીને ખૂબ જ આશીર્વાદ આપ્યા અને 22% મત મળ્યા અને એક સીટ પણ આમ આદમી પાર્ટી જીતી. ગુજરાતના ઇતિહાસમાં ભાજપ-કોંગ્રેસ સિવાય બીજી કોઈ પાર્ટીને આટલા મત કોર્પોરેશનની ચૂંટણીમાં મળ્યા હોય એવું બન્યું નથી. ફરીથી ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં કમર કસી છે અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આ ચૂંટણીમાં પાટનગરમાં આમ આદમી પાર્ટીની સરકાર બને એવા લક્ષ્ય સાથે અમે તૈયારીઓ ચાલુ કરી છે. ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર ચૂંટાયા હતા પરંતુ તેઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જતા રહ્યાં, પરંતુ મને ગર્વ થાય છે કે આમ આદમી પાર્ટીના એકમાત્ર કોર્પોરેટર તુષાર પરીખ આમ આદમી પાર્ટીમાં રહ્યા અને તેમણે  પાર્ટીનો અને જનતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. તો એકલા હાથે અમે ફરી એકવાર ચૂંટણીમાં ઉતરીશું.

વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના તમામ મતદારોને વિનંતી કરું છું કે આ વખતે અમને આશીર્વાદ આપો. ગાંધીનગરમાં રહેનાર સરકારી કર્મચારીઓ, ભણેલા ગણેલા લોકો અને મહેનત મજૂરી કરનારા તમામ લોકોને સારી સ્વાસ્થ્ય સુવિધા, શૈક્ષણિક સુવિધા, માળખાકીય સુવિધા મુદ્દે જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ આમ આદમી પાર્ટી પૂર્ણ કરી શકે એમ છે. ગાંધીનગરની આસપાસના ગામડાઓને જબરદસ્તીથી મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યા પરંતુ ત્યાં સુવિધા નથી. એ તમામ પ્રશ્નોનું નિરાકરણ સત્તા પરિવર્તનમાં છે. ગાંધીનગરની ચૂંટણીનું માર્ગદર્શન અને નેતૃત્વ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય પોતે કરી રહ્યા છે. આ સિવાય ઈસુદાનભાઈ, મનોજભાઈ, ગુલાબભાઈ અને હું પોતે એમ અમે તમામ લોકો ગંભીરતાથી ગાંધીનગરની ચૂંટણી પર ધ્યાન આપી રહ્યા છીએ. ગાંધીનગરમાં જ્યાં રાજનેતાઓ રહે છે એના સિવાય તમામ જગ્યાએ ગંદકીનો પ્રશ્ન છે, સાફ-સફાઈનો પ્રશ્ન છે, અંતરયાળ ગામડાઓમાં રોડ રસ્તાનો પ્રશ્ન છે, માર્કેટનો પ્રશ્ન છે, શાળાઓની હાલત ખરાબ છે સીટી બસનો વહીવટ ખાડે ગયેલો છે. તો આ તમામ સમસ્યાઓનું  સમાધાન સત્તા પરિવર્તનમાં છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ગુજરાત ગોપાલ ઇટાલીયા

સંબંધિત સમાચાર